નરેન્દ્ર પટેલને વરૂણ પટેલનો ઓડિયો થયો વાયરલ, જાણો આખો મામલો

Posted By:
Subscribe to Oneindia News

પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે ભાજપ દ્વારા તેને ભાજપમાં જોડાવવા માટે 1 કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હોય તેવી વાત થોડા સમય પહેલા મીડિયામાં જણાવી હતી. હવે આ સમાચારમાં આજે નરેન્દ્ર પટેલ અને વરુણ પટેલ વચ્ચે જે વાતચીત થઇ હતી તેનો ઓડિયો વાયરલ થયો છે. જો કે આ ઓડિયાની યથાર્થતા કેટલી સાચી છે તે જાણી નથી શકાયું. પણ આ ઓડિયોના કારણે ભાજપ અને વરુણ પટેલની મુશ્કેલીઓ વધી છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર પટેલે મીડિયામાં તેવો ઘટસ્ફોટ કર્યો હતો કે ભાજપ અને તેના નવા નેતા વરુણ પટેલ તેમને ભાજપમાં જોડાવવા માટે 1 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. અને શરૂઆતમાં 10 લાખ રૂપિયા પણ પહોંચતા કર્યા હતા. આ મામલે હવે નરેન્દ્ર પટેલ અને વરુણ પટેલ વચ્ચે જે વાતચીત થઇ હતી તેનો ઓડિયો હાલ વાયરલ થયો છે.

varun and narendra

વધુમાં આ મુદ્દે નરેન્દ્ર પટેલે એફઆઇઆર નોંધી કાયદાકીય પગલાં લેવાની વાત પણ ઉચ્ચારી છે. તો સામે પક્ષે વરુણ પટેલે આ તમામ આરોપોને પોકળ જણાવ્યા છે. અને કોર્ટમાં આ વાત નરેન્દ્ર પટેલ સાબિત કરે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આ તમામ આક્ષેપ પ્રતિઆક્ષેપની વચ્ચે હાલ આ ઓડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ફરી આ મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. જો કે આ ઓડિયો નરેન્દ્ર પટેલ અને વરુણ પટેલનો જ છે કે કેમ તે અંગે હજી કોઇ સ્પષ્ટતા નથી થઇ. 

English summary
BJP 1 Crore offering case: Narendra patel and Varun Patel audio went viral.
Please Wait while comments are loading...