ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

Subscribe to Oneindia News

હવે ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે, ઉમેદવારના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ભાજપ દ્વારા 106 ઉમેદવારોના નામ જાહેર થઇ ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસ રવિવાર રાત સુધીમાં ઉમેદવારોના નામ જાહેર કરે એવી શક્યતા છે. એવામાં ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારોને ફોર્મ ભરવા જતા સમયે કેટલીક ગાઇડલાઇનને ફોલોઓપ કરવાની સુચના આપવામાં આવી છે. પોલીસ કમિશનરે આ નોટીફીકેશન આઇપીસીની કલમ 144, ગુજરાત પોલીસ એક્ટની કલમ 33 (1) બી,સી હેઠળ જણાવ્યું છે કે, ઉમેદવારી ફોર્મ સબમીટ કરતા સમયે તેમના ટેકેદારો સાથે ત્રણથી વધારે વાહનો લઇને નહી જઇ શકે. ઉમેદવારી ફોર્મ ભરવા આવતી વખતે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની ઓફિસની 100 મીટરની ત્રિજ્યામાં કોઇપણ વાહન લઇ જઇ શકશે નહી. તેમજ ઉપયોગમાં લેવામાં આવનાર વાહન અંગેનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે.

Ahmedabad

આ જાહેરનામુ તા.20 નવેમ્બરથી 27 નવેમ્બર, 2017 સુધી અમલમાં રહેનાર છે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ઇન્ડિયન પીનલ કોડ(આઇપીસી)ની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 (બી) 4,5 હેઠળ કાયેદસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી માંડીને અધિક પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને ક્રીમીનલ પ્રોસીડર કોડની કલમ 188 હેઠળ ફરિયાદ કરવાની સત્તા આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારના જાહેરનામા સ્થાનિક પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

English summary
Gujarat Election 2017: police announced some guidelines for election candidates

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.