અમદાવાદ:ભાવુક થઇ મહિલા શિક્ષિકાને ભેટી પડ્યા રાહુલ ગાંધી

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે સવારે પોરબંદરમાં સભા ગજવ્યા બાદ રાહુલ ગાંધીઅમદાવાદ ખાતે દલતિ સ્વાભિમાન સભામાં સંબોધન કર્યું હતું. એ પછી તેમણે અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલ ખાતે નવસર્જન સ્વાસ્થ્ય અધિકાર સભામાં મેડિકલ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે મેડિકલ ક્ષેત્રે ગુજરાતની તથા ભારતની પરિસ્થિતિ અને તેમાં ગુજરાતના યોગદાન અંગે વાતો કરી હતી. ત્યાર બાદ તેમણે અમદાવાદના વીર મંગલપાંડે હોલ ખાતે નવસર્જન જ્ઞાન અધિકાર સભામાં ભાગ લીધો હતો. અહીં શિક્ષક ક્ષેત્રે જોડાયેલા લોકો સાથે સંવાદ કરી, રાહુલ ગાંધીએ તેમના પ્રશ્નો અને મુસીબતો અંગે માહિતી મેળવી હતી.

rahul gandhi

આ સંવાદ કાર્યક્રમમાં એક મહિલા શિક્ષિકાએ પોતાની આપવીતી રાહુલ ગાંધી સમક્ષ વર્ણવી હતી. આ દરમિયાન શિક્ષિકા થોડા ભાવુક થઇ ગયા હતા. ફિક્સ પે, મેટરનિટી લીવ અને પેન્શન અંગે વાત કરતાં તેમનું ગળુ ભરાઇ આવ્યું હતું. શિક્ષિકાની વાત પૂરી થયા બાદ રાહુલ ગાંધી પણ થોડી વાર મૌન થઇ ગયા હતા. 60 વર્ષીય શિક્ષિકાના પ્રશ્નનો જાણે તેમની પાસે પણ કોઇ જવાબ નહોતો. ત્યાર બાદ તેઓ માઇક બાજુએ મુકી એ મહિલા પાસે જઇ તેમને ભેટી પડ્યા હતા અને પોતે પણ ભાવુક થઇ ગયા હતા.

English summary
Gujarat Election 2017: Congress VP Rahul Gandhi addressed Gyan Adhikar Sabha and Swasthya Adhikar Sabha at Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.