દહેગામમાં રાહુલ ગાંધીએ કહ્યું કેમ મોદી રફાલ મુદ્દે ચૂપ છે?

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દહેગામ ખાતે તેમના બીજા દિવસના ગુજરાત પ્રવાસમાં પીએમ મોદી સરકાર અને ભાજપ સરકાર પર અનેક આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આ મુદ્દે મોદીની મનની વાતથી લઇને રફાલ જેટ પ્લેન મામલે અનેક આક્ષેપ કર્યા હતા. તેમણે આ પ્રસંગે કહ્યું કે દર વર્ષે નવેમ્બરમાં શિયાળુ સત્ર મળે છે. પણ આ વખતે પીએમ મોદી જય શાહ અને રફાલ મામલે કોઇ ચર્ચા કરવા નથી ઇચ્છતા માટે જ તેમણે શિયાળુ સત્ર પાછું કર્યું છે. સાથે જ તેમણે કહ્યું કે આ વખતે ગુજરાતમાં પણ મોદી આવશે તો તે રફાલ વિમાન મામલે કંઇ નહીં બોલે. કારણ કે પીએમ મોદી તેમની મનની વાત સાંભળવામાં જ મસ્ત છે. 

rahul gandhi

વધુમાં રાહુલ ગાંધીએ આ પ્રસંગે ટાટા નેના અને મનેરેગાના મુદ્દાને પણ ફરી ચર્ચ્યો. સાથે જ તેમણે કહ્યું કે ટ્રંપ સાથે મોદીની મિત્રતા તેમને ફળી નહીં. આતંકી હાફિઝ સઇદની મુક્તિ મામલે પણ રાહુલ ગાંધીએ આ સભામાં ટિપ્પણી કરી હતી. ઉલ્લેખનીય આજે રાહુલ ગાંધીએ તેમના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પરથી પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની વાત ના બની. નોંધનીય છે કે દહેગામની આ સભામાં પણ અનેક લોકો રાહુલ ગાંધી સાથે સેલ્ફી પડાવવા માટે મંચ પર આવી ગયા હતા. જે બતાવે છે કે ગુજરાતમાં તેમની લોકપ્રિયતા પહેલા કરતા વધી છે.

English summary
Gujarat Election 2017: Rahul Gandhi Dehgam speech read here

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.