રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ, 9મીએ નહીં 11મીએ આવશે

Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ કાર્યક્રમમાં મોટો બદલાવ આવ્યો છે, તેઓ હવે 11 નવેમ્બરથી ગુજરાતમાં ત્રણ દિવસ માટે ધામા નાખશે. રાહુલ ગાંધી 11, 12 અને 13 નવેમ્બર દરમિયાન શંખેશ્વર, શામળાજી તેમજ બહુચરાજીમાં દર્શન માટે પણ જશે. આ અગાઉ રાહુલ 9 નવેમ્બરથી ગુજરાતના પ્રવાસે આવવાના હતા.

Rahul Gandhi

પ્રાથમિક વિગતો અનુસાર 11 નવેમ્બરના રોજ અમદાવાદ આવી પહોંચનારા રાહુલ ગાંધી અમદાવાદથી દહેગામ, હિંમતનગર થઇને સાંજે શામળાજી મંદિરના અને ત્યાર બાદ અંબાજી ખાતે અંબા માતાનના દર્શને જશે. પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સભા સંબોધશે તેમજ વેપારીઓ સાથે બેઠક પણ કરશે સાથે મહિલા મંડળ સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે. 12 નવેમ્બરે પાલનપુર, ડીસા, રાધનપુર જશે અને ત્યાંથી આગળ વાળીનાથ મંદિરે પહોંચશે. તો 13મીના છેલ્લા દિવસે હારિજ પાટણ અને શંખેશ્વરની મુલાકાત લેશે.

English summary
Gujarat Elections 2017: Rahul Gandhi to visit Gujarat on 11th November. He was about to come on 9th November, but now the paln has been changed.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.