ગુજરાતની જનતાએ 6ઠ્ઠીવાર BJP પર વિશ્વાસ મુક્યો: વિજય રૂપાણી

Written By:
Subscribe to Oneindia News

અમિત શાહ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. ભાજપની જીત અંગે ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, અમે આગામી 5 વર્ષો સુધી વિકાસના કાર્યો કરતાં રહીશું, હું ભાજપ તરફથી જનતાને વિશ્વાસ આપું છું. ભાજપની જીત બાદ હવે સવાલ એ છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી પદની ખુરશી કોણી સંભાળશે. કેટલીક જગ્યાઓએ વાતો વહેતી થઇ હતી કે, ભાજપ વિજય રૂપાણીને જ મુખ્યમંત્રી પદ સોંપવાની તૈયારી કરી રહ્યું છે.જો કે, આ અંગે વિજય રૂપાણીએ કહ્યું હતુંકે, આનો નિર્ણય હાઇકમાન્ડ કરશે.

Vijay Rupani

કોંગ્રેસ પર પ્રહારો કરતાં વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસે, જાતિવાદ, તુષ્ટિકરણનો સહારો લીધો. પરંતુ જનતા તેમની વાતમાં આવી નથી. આજે છઠ્ઠીવાર જનતાએ ભાજપમાં વિકાસ વ્યક્ત કર્યો છે. આ માટે હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. તેમણે વડાપ્રધાન વિશ્વાસ મુક્યો છે.ભાજપ જનતાની ઇચ્છાનુસાર જ આગળ વધશે. હું આ જીતનો શ્રેય ગુજરાતના લોકોને આપું છું. અમે 150 બેઠકોનો લક્ષ્યાંક ભલે પૂરો ન કરી શક્યાં, પરંતુ આ અંગે વિશ્લેષણ કરવામાં આવશે. આજે વિકાસ જીત્યો છે, ગુજરાત જીત્યું છે.

English summary
gujarat election 2017 vijay rupani addressed press conference

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.