આશા વર્કર આંદોલનના આગેવાન ચંદ્રિકા સોલંકી કોંગ્રેસમાંથી લડશે ચૂંટણી?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં છેલ્લા કેટલાયે સમયથી આશાવર્કર પગારવધારાની માંગ સાથે આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનના આગેવાન ચંદ્રિકા સોલંકીએ મંગળવારે શિક્ષિકાના પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ છોટા ઉદેપુરના સંખેડા તાલુકાની કોટાલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય પહેલાં તેમને સરકાર વિરોધી પ્રવૃત્તિના નામે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેશનના આઘાતને કારણે રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં જ્યારે ચૂંટણીને આડે બહુ ઓછા દિવસો બાકી છે, ત્યારે તેમણે રાજીનામું આપ્યું હોવાથી કહેવાઇ રહ્યું છે કે, ચંદ્રિકા સોલંકીને કોંગ્રેસમાંથી ટિકિટ મળી શકે છે.

chandrika solanki

કોંગ્રેસ બીજા તબક્કાની ચૂંટણીની યાદીને લઇને ચર્ચામાં વ્યસ્ત છે. આ બીજા તબક્કાની યાદીમાં વડોદરાની વાડી બેઠક પરથી કોંગ્રેસ ચંદ્રિકા સોલંકીને ટિકિટ ફાળવી શકે છે. આ એ જ ચંદ્રિકા સોલંકી છે, જેણે 22 ઓક્ટોબર, 2017ના રોજ પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન તેમના મોઢા પર બંગડી ફેંકી હતી. આ અંગે દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટ પણ કર્યું હતું. કહેવાઇ રહ્યું છે કે, એ ઘટના બાદ ચંદ્રિકાની અટકાયત પણ કરવામાં આવી હતી. ચંદ્રિકા સોલંકીને સર્વશ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. વળી, તેઓ નવમ્બર માસમાં જ વલસાડમાં આયોજીત રાહુલ ગાંધીની સભામાં જોવા મળ્યા હતા અને તેમની સાથે મુલાકાત પણ કરી હતી.

English summary
Gujarat Election 2017: Aasha Worker agitation leader Chandrika Solanki resigned, likely to contest in election from Congress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.