For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રથમ ચરણ : પ્રતિષ્ઠાની લડાઇ, દિગ્ગજોની કિસ્મત દાવ પર !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

saurashtra
ગુજરાતમાં પ્રથમ ચરણની ચુંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઇ ગયા હતા. પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચુંટણી યોજાવવાની છે. પ્રથમ ચરણમાં 87 સીટો પર 13 ડિસેમ્બરના રોજ એટલે ગુરૂવારે મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે. 87 સીટોમાંથી 54 સીટો સૌરાષ્ટ્રની છે, જ્યાં કેશુભાઇ ફેક્ટરનો એસિડિક ટેસ્ટ થશે. કોંગ્રેસ અને ભાજપ બંને પ્રથમ ચરણ પોતાની જીતના દાવ કરી રહ્યાં છે.

પ્રથમ ચરણમાં કેટલાય દિગ્ગજોની કિસ્મત દાવ પર લાગેલી છે. નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી કેશુભાઇ પટેલ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, વિધાનસભામાં વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ અને નરેન્દ્ર મોદીના દસ મંત્રીઓનો જનતા હિસાબ માંગશે. નાણાં મંત્રી વજુભાઇવાળા, કાયદા-કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, મત્સ ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી, વન મંત્રી મંગૂભાઇ પટેલની કિસ્મત આવતીકાલે ઇમીએમમાં બંધ થઇ જશે.

પ્રથમ ચરણમાં 87 સીટો માટે યોજાનારી ચુંટણીમાં ભાજપે 87, કોંગ્રેસે 84, ગુજરાત પરિવર્તન પાર્ટીએ 83 એમ કુલ 846 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. અન્ય સ્વતંત્ર પક્ષના ઉમેદવારો પણ ચુંટણી લડી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ બંને પ્રથમ ચરણમાં ધમાકેદાર જીતના દાવા કરી રહી છે.

ભાજપના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જ્યારે-જ્યારે ચુંટણી યોજાઇ છે ત્યારે ભાજપને લોકોનું સમર્થન મળ્યું છે, ભલે તે તાલુકા પંચાયતની ચુંટણી હોય, નગર પાલિકાની ચુંટણી હોય, જિલ્લા પંચાયતની ચુંટણી હોય કે પછી મહાનગર પાલિકાની ચુંટણી હોય. દરેક ચુંટણીમાં ભાજપે ભારે મતોની વિજય પ્રાપ્ત કર્યો છે. અમને વિશ્વાસ છે કે આગામી ચુંટણી 13 અને 17 મી યોજાનારી છે તેમાં પણ ભાજપનો વિજય નિશ્વિત છે.

પ્રથમ ચરણના પરિણામો ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વના છે, પરંતુ આ પરિણામો સાથે કેશુભાઇ પટેલનું રાજકીય ઓળખ જોડાયેલી છે. સૌરાષ્ટ્રમાં પટેલોનો દબદબો છે. કેશુભાઇ પટેલોના સૌથી મોટા નેતા હોવાનો દાવો કરે છે. પ્રથમ ચરણના પરિણામોથી ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે કેશુભાઇના દાવામાં દમ છે.

ગુનાહિત છાપ:

બિનસરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆરે) પ્રથમ ચરણના 482 ઉમેદવારો માટે ચુંટણીના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષમાં જણાવ્યા મુજબ 104 ઉમેદવાર (22 ટકા) એવા છે જેમના વિરૂદ્ધ ફોજદારી કેસો ચાલી રહ્યાં છે. જેમાં 46 ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર ફોજદારી કેસ દાખલ છે. મોટાભાગના પક્ષોએ ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારોને ટીકીટ આપી છે.

ગુનાહિત છાપ ધરાવતા ઉમેદવારોની સ્થિતી

ભાજપના 87 ઉમેદવારોમાંથી 22 (25 ટકા) ઉમેદવારો વિરૂદ્ધ ફોજદારી કેસ ચાલે છે જેમાંથી 9 (10 ટકા) ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર ફોજદારી કેસ દાખલ છે. જ્યારે કોંગ્રેસના 83 ઉમેદવારોમાંથી 27 (33 ટકા) ઉમેદવારો વિરૂદ્ધ ફોજદારી કેસ ચાલે છે જેમાંથી 8 (10 ટકા) ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર ફોજદારી કેસ દાખલ છે. તો કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના 83 ઉમેદવારોમાંથી 21 (25 ટકા) ઉમેદવારો વિરૂદ્ધ ફોજદારી કેસ ચાલે છે જેમાંથી 11 (13 ટકા) ઉમેદવારો વિરૂદ્ધ ગંભીર ફોજદારી કેસ દાખલ છે.

ખરાબ છાપ ધરાવતા ટોપ 5 ઉમેદવાર:

1

ઉમેદવાર: છોટુભાઇ અમરસિંહ વાસવ
પક્ષ : જનતા દળ યૂનાઇટેડ
જિલ્લો : ભરૂચ
મત વિસ્તાર : ઝઘડીયા
કેસ: હત્યા, ચોરી સહિત અન્ય 28 કેસ

2

ઉમેદવાર: મહેશભાઇ છોટુભાઇ વાસવ
પક્ષ : જનતા દળ યૂનાઇટેડ
જિલ્લો : નર્મદા
મત વિસ્તાર : દેદિયાપાડા
કેસ: હત્યા, ચોરી, લૂંટ સહિત અન્ય 24 કેસ

3

ઉમેદવાર: પ્રવિણસિંહ સમતસિંહ સોલંકી
પક્ષ : જીપીપી
જિલ્લો : સુરેન્દ્રનગર
મત વિસ્તાર : લિંબડી
કેસ: હત્યા, અને હત્યાના પ્રયત્નના બે કેસ

4

ઉમેદવાર: ભરતભાઇ દ્રારકાદાસ ઢોકાઇ
પક્ષ : જનતા દળ યૂનાઇટેડ
જિલ્લો : જામનગર
મત વિસ્તાર : દ્રારકા
કેસ: હત્યાનો એક કેસ

5

ઉમેદવાર: અલ્તાફ ગફૂરભાઇ પટેલ
પક્ષ : જનતા દળ યૂનાઇટેડ
જિલ્લો : ભરૂચ
મત વિસ્તાર : વાગરા
કેસ: હત્યાનો એક પ્રયાસ સહિત નવ કેસ દાખલ

ઉમેદવારોની સંપત્તિ:

બિનસરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆરે) 482 ઉમેદવારોની સંપત્તિનું વિશ્લેષણ કર્યા બાદ જાણવા મળ્યું છે કે તેમાંથી 30 ટકા ઉમેદવાર કરોડપતિ છે. 2007ની ચૂંટણીમાં 21 ટકા ઉમેદવાર કરોડપતિ હતા. છ કરોડપતિ ઉમેદવારોએ સોગંધનામામાં પાનકાર્ડનો ઉલ્લેખ કર્યો નથી.

કરોડપતિ ઉમેદવારોની પક્ષવાર સ્થિતિ:

ભાજપના 87 ઉમેદવારોમાંથી 60 ઉમેદવારો (69 ટકા) કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના 83 ઉમેદવારોમાંથી 53 ઉમેદવારો (64 ટકા) કરોડપતિ છે. અને કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના 83 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારો (28 ટકા) કરોડપતિ છે.

ટોપ 5 અમીર ઉમેદવારો :

1

ઉમેદવાર: ઇન્દ્રાનિલ સંજયભાઇ રાજગુરૂ
પક્ષ : કોંગ્રેસ
જિલ્લો : રાજકોટ
મત વિસ્તાર : રાજકોટ પૂર્વ
સંપત્તિ : 122 કરોડ (રૂપિયા)

2

ઉમેદવાર: જવાહરભાઇ પેઠાલાલજીભાઇ ચાવડા
પક્ષ : કોંગ્રેસ
જિલ્લો : જૂનાગઢ
મત વિસ્તાર : માણાવદર
સંપત્તિ : 82 કરોડ (રૂપિયા)


3

ઉમેદવાર: રાજાભાઇ પરબતભાઇ પરમાર
પક્ષ : બસપા
જિલ્લો : જૂનાગઢ
મત વિસ્તાર : સોમનાથ
સંપત્તિ : 40 કરોડ (રૂપિયા)

4

ઉમેદવાર: પુરૂષોત્તમભાઇ સોલંકી
પક્ષ : ભાજપ
જિલ્લો : ભાવનગર
મત વિસ્તાર : ભાવનગર ગ્રામીણ
સંપત્તિ : 37 કરોડ (રૂપિયા)

5

ઉમેદવાર: હિરાભાઇ સોલંકી
પક્ષ : ભાજપ
જિલ્લો : અમરેલી
મત વિસ્તાર : રાજુલા
સંપત્તિ : 34 કરોડ (રૂપિયા)

ટોપ 5 ગરીબ ઉમેદવાર:

1

ઉમેદવાર: મિનેશભાઇ મગનભાઇ પટેલ
પક્ષ : જીપીપી
જિલ્લો : વલસાડ
મત વિસ્તાર : વલસાડ
સંપત્તિ : 0 (રૂપિયા)

2

ઉમેદવાર: બિસમિલ્લા અબ્દુલખાન પઠાણ
પક્ષ : સ્વતંત્ર
જિલ્લો : રાજકોટ
મત વિસ્તાર : રાજકોટ દક્ષિણ
સંપત્તિ : 1 હજાર રૂપિયા

3

ઉમેદવાર: દિનેશભાઇ ગુલાબભાઇ પવાર
પક્ષ : જનતા દળ યૂનાઇટેડ
જિલ્લો : ડાંગ
મત વિસ્તાર : ડાંગ
સંપત્તિ : 1 હજાર રૂપિયા

4

ઉમેદવાર: લાલજીભાઇ કડાભાઇ પઢિયાર
પક્ષ : આરપીઆઇ
જિલ્લો : જામનગર
મત વિસ્તાર : કોલવાડ
સંપત્તિ : 6 હજાર રૂપિયા

5

ઉમેદવાર: નરેન્દ્ર ચનાભાઇ પરમાર
પક્ષ : સ્વતંત્ર
જિલ્લો : જામનગર
મત વિસ્તાર : જામનગર દક્ષિણ
સંપત્તિ : 10 હજાર રૂપિયા

પ્રથમ તબક્કાની 13-12-2012ના રોજ યાજાનારી ચૂંટણીની હકીકતો

પ્રથમ તબક્કાની કુલ બેઠકો : 87
પ્રથમ તબક્કાના કુલ ઉમેદવારો : 846
પ્રથમ તબક્કાની કુલ મહિલા ઉમેદવારો : 46
પ્રથમ તબક્કામાં મહત્તમ ઉમેદવારોવાળી બેઠક : 163 લિંબાયત, 20 ઉમેદવારો
પ્રથમ તબક્કામાં લઘુત્તમ ઉમેદવારોવાળી બેઠક : 176 ગણદેવી(એસટી), બે ઉમેદવાર અને 178 ધરમપુર (એસટી) 4 ઉમેદવારો
એક બેઠક પર એકથી વધુ મહિલા ઉમેદવાર : 163 લિંબાયત (4), 104 ભાવનગર ઇસ્ટ (3), 71 રાજકોટ ઇસ્ટ (2), 79 જામનગર સાઉથ (2), 81 ખંભાળિયા (2), 89 માંગરોળ (2), 94 ધારી (2), 99 મહુવા (2), 157 માંડવી (2)

પ્રથમ તબક્કાના મતદારો

પુરુષ મતદારો : 9575278
સ્ત્રી મતદારો : 8602557
અન્ય મતદારો : 118
કુલ મતદારો : 18177953
પ્રથમ તબક્કાના મતદાન મથકો : 21261
પ્રથમ તબક્કાના મતદાન મથક સ્થળ : 12999
સંવેદનશીલ મતદાન મથકો : 17029
પ્રથમ તબક્કામાં EVMની સંખ્યા : 21261
વિસ્તાર મુજબ સૌથી મોટી બેઠક : 1 અબડાસા (6,278 ચો. કિમી અંદાજે)
મતદારોની સંખ્યા મુજબ સૌથી મોટી બેઠક : 158 કામરેજ (3,04,621)
મતદારોની સંખ્યા મુજબ સૌથી નાની બેઠક : 162 કારંજ (1,44,161)

2007 વિધાનસભા ચુંટણી: કુલ સીટો (182)
ભાજપ-117
કોંગ્રેસ-59
અન્ય-6

સૌરાષ્ટ્ર (2007) : સીટો (52)

ભાજપ-38
કોંગ્રેસ-13
અન્ય-1

દક્ષિણ ગુજરાત (2007) : સીટો (29)

ભાજપ-10
કોંગ્રેસ-8
અન્ય-1

પ્રથમ તબક્કામાં કઇ પાર્ટીના કેટલા ઉમેદવારો

Indipendent : 383
BJP : 87
INC : 84
GPP : 83
BSP : 79
JDU : 33
SP : 22
LJP : 13
CPIM : 8
Indian Fronts : 8
Republican Party of India(A) : 6
Others : 40
Total : 846

English summary
First phase of Gujarat Assembly Election 2012 is litmus test for all political parties after delimitation, specially for BJP who faces challenge from Patel factor in South Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X