For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: અલ્પેશ ઠાકોરનો દાવો, કોંગ્રેસ જમીન અને જનાધાર બંને ગુમાવી ચૂકી છે

એક સમયે રાહુલ ગાધીની નજીક ગણાતા અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે કોંગ્રેસ પોતાની જમીન ગુમાવી ચૂકી છે અને તેની પાસે જનાધાર પણ નથી.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાતની આવનારી વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ ગાંધીનગરની બેઠક પર ઉમેદવારી નોંધાવનાર અલ્પેશ ઠાકોર હવે ભાજપ માટે સમર્થન મેળવવામાં લાગી પડ્યા છે. ત્રણ ટર્મથી આ બેઠક પર ચૂંટાઈ આવતા શંભુજી ઠાકોરનુ પત્તુ કાપીને અલ્પેશ ઠાકોરની પસંદગી કરવામાં આવી છે. એક સમયે રાહુલ ગાધીની નજીક ગણાતા અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે કોંગ્રેસ પોતાની જમીન ગુમાવી ચૂકી છે અને તેની પાસે જનાધાર પણ નથી.

કોંગ્રેસ સાથે 2019 સુધી રહ્યા

કોંગ્રેસ સાથે 2019 સુધી રહ્યા

ભાજપના નેતા અલ્પેશ ઠાકર 2019 પહેલા કોંગ્રેસમાં હતા. તેમણે અગાઉની પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે તેણે રાજ્યમાં જમીન ગુમાવી દીધી છે અને તેના કોઈપણ નેતાનો જનાધાર નથી. તમને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર 2017ની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ભાજપ વિરોધી આંદોલનનો એક ચહેરો હતા. તેણે 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર જીતી હતી પરંતુ 2019ની પેટાચૂંટણીમાં તેમની રાધનપુર બેઠક હારી ગઈ હતી.

ભાજપે અલ્પેશ ઠાકોર પર લગાવ્યો દાવ

ભાજપે અલ્પેશ ઠાકોર પર લગાવ્યો દાવ

2019માં ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર ગુરુવારે (17 નવેમ્બર) ગાંધીનગર દક્ષિણમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે. 14 નવેમ્બરે ભાજપના ઉમેદવારોની ચોથી યાદીમાં અલ્પેશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી.

150થી વધુ સીટનો દાવો

150થી વધુ સીટનો દાવો

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ અલ્પેશ ઠાકોરે બુધવારે જણાવ્યુ હતુ કે, 'ગુજરાતની ચૂંટણી અમારા માટે કોઈ પડકાર નથી. કમલ અહીં ભૂતકાળમાં જીત્યા છે અને કમલ ભવિષ્યમાં જીતશે. ભાજપ 150થી વધુ બેઠકો જીતશે અને અહીં સરકાર બનાવશે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ જીતીશુ.'

કોંગ્રેસ પાસે કોઈ જનાધાર નથી

કોંગ્રેસ પાસે કોઈ જનાધાર નથી

અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, જેઓ કહે છે કે કોંગ્રેસ ચૂપચાપ કામ કરી રહી છે, તેમણે જાણવુ જોઈએ કે તેઓ ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસ પાસે કોઈ આધાર નથી, તેના નેતાઓ અંદરોઅંદર લડી રહ્યા છે અને તેઓ હારી ગયા છે. તેથી જ આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના નેતા તરીકે ત્રણ વર્ષ પહેલા સુધી ભાજપના ઘોર વિરોધી એવા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, કોંગ્રેસના નેતાઓ કોઈ કામ કરતા નથી, તેમની રાજકીય ઓળખ ખતમ થઈ ગઈ છે. તેમની પાસે જનાધાર નથી.

ભાજપને કેમ જીત મળશે?

ભાજપને કેમ જીત મળશે?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે ગુજરાતમાં તેમની સામે કોઈ રાજકીય પડકાર નથી. મેં અહીંના લોકોનુ દિલ જીત્યુ છે. ભાજપના કાર્યકરોને મારામાં પૂરો વિશ્વાસ છે. મને અહીં કોઈ પડકાર નથી.

ઓબીસી ફેક્ટર

ઓબીસી ફેક્ટર

ગુજરાતમાં ભાજપ અને પોતાની જીતના પરિબળો અંગે અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, મે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ અને અન્ય ક્ષેત્રે ઘણુ કરવાનુ વિચાર્યુ છે. ફરી એકવાર જીત્યા બાદ અમે અમારુ કામ ચાલુ રાખીશુ. એએનઆઈના અહેવાલમાં સૂત્રોના જણાવ્યા મુજબ એવુ કહેવામાં આવ્યુ હતુ કે અલ્પેશને ઓબીસી ચહેરા તરીકે જોવામાં આવી રહ્યો છે અને આ સમુદાયના લોકોને તેમની પાસેથી ઘણી આશાઓ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અલ્પેશ હવે કોંગ્રેસની વોટબેંકને તોડવા માટે ભાજપ માટે ટ્રમ્પ કાર્ડનુ કામ કરી શકે છે.

ઓબીસી સમુદાયના અધિકારોની રક્ષા

ઓબીસી સમુદાયના અધિકારોની રક્ષા

ઓબીસી પરિબળ અને તેમના હેિતમાં કામ કરવા અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતુ કે, તેઓ ઓબીસી સમુદાયના અધિકારોની સુરક્ષા માટે શક્ય તેટલુ બધુ કરશે.ઓબીસી માટે જે નીતિઓ છે તેનો અમલ કરવાનો હું પ્રયાસ કરીશ. હું ગુજરાતીઓના કલ્યાણની વાત કરુ છુ. મારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે ઓબીસી સમુદાયના અધિકારોનુ ધ્યાન રાખવામાં આવે. અલ્પેશનુ આક્રમક વલણ અને કોંગ્રેસની નબળાઈઓથી વાકેફ રહેવુ ભાજપના હિતમાં કામ કરી શકે છે.

કયા નેતાઓ પર ભાજપનો દાવ

કયા નેતાઓ પર ભાજપનો દાવ

ભારતીય જનતા પાર્ટી (BJP) એ બુધવારે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની યાદી બહાર પાડી. પાંચમી યાદીમાં પાર્ટીએ ગુજરાત ચૂંટણીના બીજા તબક્કા માટે ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે ખેરાળુ બેઠક પરથી સરદારસિંહ ચૌધરીને અને માણસાથી જયતિભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મહેન્દ્રભાઈ ભાભોરને ગરબાડા (SC)માંથી ટિકિટ આપવામાં આવી છે. જો અલ્પેશના દાવા પર વિશ્વાસ કરવામાં આવે તો કોંગ્રેસે આ બેઠકો પર ભારે સંઘર્ષ કરવો પડશે.

ભારત જોડો યાત્રા અને કોંગ્રેસ

ભારત જોડો યાત્રા અને કોંગ્રેસ

જો કોંગ્રેસ પાર્ટી 2017 જેવી કપરી હરીફાઈને કેશ કરવા ઈચ્છતી હોય અથવા તો તેને ગુજરાતમાં ભારત જોડો યાત્રાના નામે જે કથિત સમર્થન મળી રહ્યુ છે તો પણ ગુજરાતમાં પ્રવાસ ન કરવો એ એક મોટુ પરિબળ બની શકે છે. ભાજપના ઉમેદવારોની યાદી જોતા કહી શકાય કે ફરી એકવાર કોંગ્રેસને લોઢાના ચણા ચાવવા પડશે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની આકરી પરીક્ષા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની આકરી પરીક્ષા

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પણ આકરી કસોટી થવા જઈ રહી છે. કારણ કે એક તરફ જ્યાં મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રીય અધ્યક્ષનુ પદ સંભાળ્યુ છે તો બીજી તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અંતર્ગત ભાજપ વિરુદ્ધ જનસમુદાય બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રાહુલ ભલે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહના રાજ્યમાં ન પહોંચ્યા હોય પરંતુ પાંચ વર્ષમાં કોંગ્રેસ પાર્ટીનુ કંગાળ પ્રદર્શન જગદીશ ઠાકોર માટે મુશ્કેલી સર્જી શકે છે.

શું ખડગે અને સોનિયા જીતશે ગુજરાત?

શું ખડગે અને સોનિયા જીતશે ગુજરાત?

અલ્પેશ ઠાકોરના દાવાને જોતા એક સવાલ એ પણ પૂછી શકાય કે લાંબા સમય પછી ગાંધી પરિવારની બહારના પૂર્ણકાલીન પ્રમુખ અને રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસમાં નવજીવન લાવી શકશે? કદાચ આ સવાલનો જવાબ ગુજરાત અને હિમાચલની ચૂંટણી પછી મળી જશે. સંગઠન તરીકે કોંગ્રેસ કેટલી સારી બનશે તેના સંકેતો પણ મળશે.

ભાજપ ઉમેદવારો પર એક નજર

ભાજપ ઉમેદવારો પર એક નજર

આ પહેલા સોમવારે પણ ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી હતી. ચોથી યાદીમાં બે મહિલા ઉમેદવારોના નામ પણ સામેલ હતા. રાધનપુર બેઠક પરથી ભાજપે લવિંગજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે જ્યાંથી અલ્પેશ ઠાકોર પેટાચૂંટણીમાં હારી ગયા છે. વી.જે.ઝાલાને હિંમતનગરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે પાટણથી રાજુલબેન દેસાઈ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી રીટાબેન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય બાબુ સિંહ જાધવ વટવા બેઠક પરથી ચૂંટણી લડશે.

English summary
Gujarat Election: Alpesh Thakor cliams Congresshas lost ground and janadhar both.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X