For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: અમિત શાહનો દાવો - 'ગુજરાતમાં AAP કદાચ ખાતુ પણ નહિ ખોલી શકે...'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પડકારને ફગાવીને દાવો કર્યો છે કે...

|
Google Oneindia Gujarati News

Gujarat Election: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પડકારને ફગાવીને દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી કદાચ તેનુ ખાતુ પણ નહિ ખોલી શકે. તેમણે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ દ્વારા કટ્ટરપંથ વિરોધી એકમની સ્થાપના કરવાની જાહેરાત એ એક સારી પહેલ છે જેને કેન્દ્ર અને અન્ય રાજ્યો વિચારી શકે છે. અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિશે વાત કરી.

amit shah

સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષાને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતનો સર્વાંગી વિકાસ અને શૂન્ય તુષ્ટિકરણ નીતિને લાગુ કરવાના પગલાંને છેલ્લા 27 વર્ષોમાં લોકો દ્વારા વારંવાર ભાજપ પર વિશ્વાસનુ મુખ્ય કારણ ગણાવ્યુ. તેમણે કહ્યુ, 'ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નોંધાવશે. લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂર્ણ વિશ્વાસ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPના પ્રવેશ અંગેના પ્રશ્ન પર શાહે કહ્યુ કે, 'દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે પરંતુ તે લોકો પર નિર્ભર કરે છે કે તેઓ પાર્ટીને સ્વીકારે છે કે નહિ.'

તેમણે કહ્યુ કે, 'આપ ગુજરાતના લોકોના મનમાં ક્યાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ 'આપ' ઉમેદવારોના નામ સફળ ઉમેદવારોની યાદીમાં આવે જ નહિ.' તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ભાજપની મુખ્ય હરીફ કોંગ્રેસ રહી છે, જ્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAPએ મોદીના ગૃહ રાજ્યમાં આક્રમક પ્રચાર અભિયાન ચલાવ્યુ છે. કોંગ્રેસ દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકાર અંગે શાહે કહ્યુ, 'કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધ પક્ષ છે પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.'

English summary
Gujarat Election: AAP may not even figure in list in Gujarat Election, cliams Amit Shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X