Gujarat Election: ભાજપ ઉમેદવાર રીવાબાનો ઘરમાં જ વિરોધ, રવિન્દ્ર જાડેજાના પિતાએ આપ્યુ આવુ નિવદેન
રીવાબાના નણંદ તો કોંગ્રેસ પક્ષ માટે પ્રચાર કરી જ રહ્યા છે ત્યાં હવે સસરા અનિરુદ્ધ સિંહ જાડેજાએ પણ પુત્રવધુ રીવાબા વિરુદ્ધ અપીલ કરતો વીડિયો વાયરલ થયો છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરે મતદાન થવાનુ છે. પ્રચારના પડઘમ મંગળવારે સાંજે શાંત થઈ ગયા છે પરંતુ રાજકીય પારો હાલમાં પોતાના ચરમ પર છે. આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત જામનગર ઉત્તરની બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ભાજપની ઉમેદવાર છે. હાલમાં તેમના ઘરમાં જ રાજકારણનો માહોલ ગરમ થઈ ગયો છે. રીવાબાના નણંદ તો કોંગ્રેસ પક્ષ માટે પ્રચાર કરી જ રહ્યા છે ત્યાં હવે સસરા અનિરુદ્ધ સિંહ જાડેજાએ પણ પુત્રવધુ રીવાબા વિરુદ્ધ અપીલ કરતો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર લોકો આની મઝા લઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરની બેઠકના ઉમેદવાર રીવાબા જાડેજા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. ભાજપે તેમને જામનગર ઉત્તર વિધાનસભાની બેઠક માટે ટિકિટ આપી છે. આ જામનગર જિલ્લાનો એ હિસ્સો છે જે 2008ના પરિસીમન પછી અસ્તિત્વમાં આવ્યો. આ સીટ 2012 અને 2017માં ભાજપે જીતી હતી. હાલમાં રીવાબાના પતિ અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં વોટ માંગતો વીડિયો જાહેર કર્યો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપીને ભારે મતોથી જીતાડવાની અપીલ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ જામનગરની જનતાને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા અપીલ કરીને જણાવ્યુ હતુ કે, 'હું અનિરુદ્ધ સિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરુ છુ. તે મારા નાના ભાઈ જેવા છે. હું ખાસ કરીને રાજપૂત મતદારોને ભૂપેન્દ્રસિંહને મત આપવા અપીલ કરુ છુ.' યુથ કોંગ્રેસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કરીને કોંગ્રેસે લખ્યુ કે, 'ગુજરાતમાં રવિન્દ્ર જાડેજાના પિતાએ તેમની ભાજપ ઉમેદવાર પુત્રવધુ સામે ફિલ્ડીંગ ચુસ્ત કરી દીધી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી છે.'
સોશિયલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયા આપીને મઝા લીધી. એક યુઝરે લખ્યુ છે કે, 'ભાઈ, આમની મુશ્કેલીઓ તો તેમના ઘરે જ સમાપ્ત નથી થઈ રહી.' એક અન્ય યુઝરે લખ્યુ, 'ભાજપે આમના ઘરમાં ઘૂસીને ભાગલા પાડી દીધા છે. આ પાર્ટી માત્ર પરિવારોને તોડવાનુ કામ જાણે છે.' વળી, એક યુઝરે લખ્યુ, 'જ્યારે પોતાના જ સાથે નહિ હોય તો કેટલા વોટ મળશે. ઘરના લોકોએ તેને નકારી દીધી છે.' જો કે, અગાઉ રીવાબાએ કહ્યુ હતુ કે, 'એક જ પરિવારમાં હરીફ વિચારધારાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ સમસ્યા ઊભી કરી નથી. મારા નણંદ બીજી કોઈ વિચારધારાથી પ્રભાવિત છે અને તેના માટે કામ કરે છે, તેવી જ રીતે હું પણ ભાજપથી પ્રભાવિત છુ અને મારી ફરજો બજાવી રહી છુ. બસ વિચારનો તફાવત છે.'
गुजरात में रविंद्र जडेजा के पिता ने अपनी भाजपा प्रत्याशी बहू के खिलाफ फिल्डिंग टाइट कर दी है!
— Indian Youth Congress (@IYC) November 29, 2022
उन्होंने लोगों से कांग्रेस उम्मीदवार को जिताने की अपील की है। pic.twitter.com/4VyAiYnKwI












Click it and Unblock the Notifications
