For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: ભાજપે પોતાના ઉમેદવારની 5મી યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી?

ગુજરાત વિધાનસભાની આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભાની આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 3 ઉમેદવારોના નામનુ એલાન કર્યુ છે. જેમાં સરદાર સિંહ ચૌધરી, જયંતિભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ ભાભોર સામેલ છે. તેમને ખેરાળુ, માણસા અને ગરબાડા વિધાનસભા સીટોથી ટિકિટ આપવામાં આવી છે.

bjp

ઉલ્લેખનીય છે કે માણસા બેઠક પર કોકડુ ગૂંચવાયુ હતુ. જેના કારણે ભાજપ અમિત ચૌધરીને મનાવવાની કોશિશ કરી અને ખેરાળુ બેઠક પરથી લડવા માટે કહેવામાં આવ્યુ પરંતુ અમિત ચૌધરીએ ત્યાંથી લડવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો. માણસા બેઠક પર અમિત ચૌધરી પ્રબળ દાવેદાર છે. મંગળવારે બે કલાક કમલમમાં બેઠક ચાલી હતી. હવે એ જ બેઠક પરથી ભાજપે જયંતિભાઈ પટેલને ટિકિટ આપી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 182 વિધાનસભા સીટો છે. કુલ વિધાનસભા મતવિસ્તારોમાંથી, પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. હાલમાં ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કામાં 1લી અને 5મી ડિસેમ્બરે યોજાશે. જે બાદ 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.

English summary
Gujarat Election: BJP release 5th list of candidates for the vGujarat Assembly Polls 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X