For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: બિલકિસ બાનોના બળાત્કારીઓને 'સંસ્કારી બ્રાહ્મણ' ગણાવનાર નેતાને ભાજપમાંથી ટિકિટ

ભાજપે જાહેર કરેલી પોતાની ઉમેદવાર યાદીમાં પૂર્વ મંત્રી ચંદ્રસિંહ રાઉલજીનો સમાવેશ કર્યો છે. જાણો તેમણે બિલકિસ બાનાનો બળાત્કારીઓ માટે શું કહ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે પૂરજોશમાં ચાલતી તૈયારીઓ દરમિયાન દરેક પક્ષોનુ ઉમેદવારોની યાદી જાહેર કરવાનુ કામ પણ ચાલી રહ્યુ છે. ભાજપે જાહેર કરેલી પોતાની ઉમેદવાર યાદીમાં પૂર્વ મંત્રી ચંદ્રસિંહ રાઉલજીનો સમાવેશ કર્યો છે. આ એ જ મંત્રી છે જેમણે ગોધરા કાંડ વખતે બિલકિસ બાનુના બળાત્કારીઓને સંસ્કારી બ્રાહ્મણ કહ્યા હતા. ચંદ્રસિંહ રાઉલજીને ગોધરાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ પહેલા તેઓ છ વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. જેના કારણે પાર્ટીએ તેમના પર ભરોસો વ્યક્ત કર્યો છે.

raulji

તમને જણાવી દઈએ કે ચંદ્રસિંહ રાઉલજી ગુજરાત સરકારની એ સમિતિનો ભાગ હતા જેણે સર્વાનુમતે બિલકિસ બાનો કેસમાં દોષિત ઠરેલા 11 લોકોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી તેમને સ્વતંત્રતા દિવસે મુક્ત કરવામાં આવ્યા હતા. દોષિતોનુ ફૂલો અને મીઠાઈઓથી સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ. એક ઈન્ટરવ્યુમાં રાઉલજીએ કહ્યુ હતુ કે તેઓ બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણો સંસ્કાર માટે જાણીતા છે. બની શકે કે કોઈને ઘેરવા અને તેમને દંડિત કરવાનો ખોટો ઈરાદો રહ્યો હોય. નોંધનીય છે કે ચંદ્રસિંહ રાઉલજી ગુજરાતના જાણીતા રાજકારણી છે, જેઓ ગોધરા બેઠકનુ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે 2007 અને 2012ની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર જીતી હતી. ત્યારબાદ 2017ની ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી તેમણે ગોધરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. જોકે મતોનુ માર્જિન માત્ર 258 હતુ.

જાણો સમગ્ર મામલો

ગોધરા કાંડ સમયે એક જ પરિવારના 7 સભ્યોની હત્યા અને સામૂહિક બળાત્કારના કેસમાં મુંબઈની વિશેષ CBI કોર્ટે સજા સંભળાવી હતો. કોર્ટે આ નિર્ણય 21 જાન્યુઆરી 2008ના રોજ આપ્યો હતો. જેમાં 11 દોષિતોને આજીવન કેદની સજા થઈ હતી. દોષિતોએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ તે ચુકાદો અકબંધ રહ્યો હતો. બિલકિસ બાનોના જે 11 દોષિતોને 15 ઓગસ્ટે તેમની સજા પૂરી થાય તે પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હત તેમાં, જસવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વોહાનિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વોહાનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાનો સમાવેશ થાય છે.

English summary
Gujarat Election: Chandra Singh Raulji who called Bilkis Bano's rapists 'cultured Brahmins' got ticket from BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X