Excl : ગુરુ, ડેઝિગ્નેશન અને રેઝિગ્નેશનનો દિવસ !

બપોર સુધી લગભગ તમામ વિધાનસભા બેઠકોની પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. પરિણામોને લઈને રાજકીય પક્ષો તથા સામાન્ય પ્રજા શ્વાસ થંભાવી ઇંતેજાર કરી રહ્યાં છે. પરિણામો જ નક્કી કરશે કે ગુરુવારે કોણ ગુરુ સાબિત થશે અને કોણ ગોબર. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દીવાળી પ્રસંગે જણાવ્યુ હતું કે ગુજરાત આ વખતે બે વાર દીવાળી ઉજવશે. બીજી દીવાળી 20મી ડિસેમ્બરે ઉજવાશે. તો બીજી બાજુ કોંગ્રેસ પણ દીવાળી ઉજવવા આતુર છે. ત્રીજા પરિબળ તરીકે મેદાને ઉતરેલ કેશુભાઈ પટેલ અને તેમનો પક્ષ જીપીપી અંગે એમ જ કહેવાઈ રહ્યું છે કે તેઓ કોની દીવાળી બગાડશે.
બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતાના બહેતર અને નબળા પાસાઓને ધ્યાને લઈ આગળની તૈયારીઓમાં લાગી ગયાં છે. ત્રણ પ્રકારની શક્યતાઓ ઊભી થઈ છે. પહેલી એ કે મોદીનું મોજું ફરી વળે. બીજી એ કે કોંગ્રેસને કદાચ બહુમતી (ભલે સાદી) મળી જાય અને ત્રીજી શક્યતા એ છે કે ત્રિશંકુ વિધાનસભાની પરિસ્થિતિ પેદા થાય. ત્રણે પક્ષો આ પ્રમાણેની પરિસ્થિતિઓ મુજબ પોતાની તૈયારીઓમાં લાગી ગયાં છે.
મોદી-ફળદૂ કે વાઘેલા-ગોહિલ-મોઢવાડિયા?
સામાન્ય રીતે કોઈ પણ ચુંટણી પછી કોઈ એક પક્ષ વિજયી બને છે અને બીજાનો પરાજય થાય છે. વર્ષ 2007ની ચુંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો, ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તે વખતના પ્રદેશ ભાજપ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલાના વખાણ થયાં હતાં, તો તે વખતના વિધાનસભામાંના વિપક્ષના નેતા અર્જુન મોઢવાડિયા અને તે વખતના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ ભટ્ટે પરાજયની જવાબદારી સ્વીકારી રાજીનામા ધરી દીધા હતાં. આ વખતેય પરિણામ પછી રાજીનામા તો પડવાના જ છે. જો ડેજિગ્નેશન મોદીને મળે, તો ગુજરાત ચુંટણી સંકલન સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, વિધાનસભામાંના વિપક્ષના નેતા શક્તિસિહં ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પરાજયની જવાબદારી સ્વીકારી રાજીનામા ધરી શકે છે, તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી મોહન પ્રકાશ સામે પણ સવાલો ઊભા થઈ શકે છે. બીજી બાજુ જો કોંગ્રેસને બહુમતી મળી, તો હજુ તે નક્કી નથી કે ડેજિગ્નેશન એટલે કે મુખ્યમંત્રીનો હોદ્દો કોને મળશે, પરંતુ મોદીએ તો મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યે જ છુટકો. સાથે-સાથે જીતમાં શ્રેય ન પામી શકનાર પ્રદેશ ભાજપ પ્રમુખ આર. સી. ફળદૂએ પણ હારની જવાબદારી સ્વીકારી રાજીનામુ ધરવું પડે.












Click it and Unblock the Notifications
