For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: કેજરીવાલ, મોદી અને ખડગેની આજે ગુજરાતમાં તાબડતોડ રેલીઓ

Gujarat Election: કેજરીવાલ, મોદી અને ખડગેની આજે તાબડતોડ રેલીઓ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં ત્રણ દિવસનો સમય બાકી છે અને રાજનૈતિક પાર્ટીઓનો પ્રચાર અભિયાન પોતાના પીક પર જઈ પહોંચ્યો છે. ભાજપથી લઈ આમ આદમી પાર્ટી, કોંગ્રેસે પોતાના દિગ્ગજ રાજનેતાઓને મેદાનમાં પ્રચારની જવાબદારી સોંપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસ પર છે અને આ દરમિયાન તેઓ 7 રેલી યોજશે.

narendra modi

પીએમ મોદી બે દિવસના પ્રવાસમાં 7 રેલી કરશે. આજે 27 નવેમ્બરે પીએમ મોદી સાંજે 6 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે જ્યાં તેમનો કાફલો 28 કિમીનો પ્રવાસ ખેડશે. આ દરમિયાન વિવિધ જગ્યાએ પીએમ મોદીના સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યારે સાંજે સાડા સાત વાગ્યે ગોપિનમાં પીએમ મોદી રેલી સંબોધશે.

શનિવારે 26 નવેમ્બરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય પર પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યો. જેપી નડ્ડાએ આ દરમિયાન કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વ અને ભાજપના શાસનમાં ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. જ્યારે જાહેર સંકલ્પ પત્રમાં ભાજપે 5 વર્ષમાં 20 લાખ રોજગાર આપવાની વાત કહી છે. સાથે જ વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક સ્કૂટી આપવાનું વચન આપ્યું છે. કૃષિના વિકાસ માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની વાત કહેવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલ જામનગરમાં

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સીએમ કેજરીવાલ સવારે 11 વાગ્યે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરશે જે બાદ તેઓ જામનગરમાં રોડ શો કરશે.

નર્મદામાં ખડગે બે રેલી સંબોધિત કરશે

જ્યારે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી ગુજરાત પ્રવાસ પર રહેશે. ખડગે આજે નર્મદા જિલ્લામાં બે રેલીઓ સંબોધિત કરશે. આ દરમિયાન રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ ખડગે સાથે હાજર રહેશે.

English summary
Gujarat Election: Kejriwal, Modi and Khadge's massive rallies today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X