For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election 2022: 2017માં બીજેપી-કોંગ્રેસમાં થઇ હતી ટક્કર, AAPની એન્ટ્રી બાદ શું છે સમીકરણ?

ચૂંટણી પંચ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તહક્કાની ચૂંટણી 1 ડિસેમ્બર તથા બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે હવે ગુજરાતમાં આપની એન્ટ્રીથી

|
Google Oneindia Gujarati News

ચૂંટણી પંચ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તહક્કાની ચૂંટણી 1 ડિસેમ્બર તથા બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે હવે ગુજરાતમાં આપની એન્ટ્રીથી ચૂંટણી ત્રિકોણીય બની છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતમાં મોરચો સંભાળી રહ્યા છે. જો કે ગત વખતે પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, પરંતુ AAPના આગમનથી આ મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે. આવો જાણીએ ગુજરાતના રાજકીય સમીકરણો-

2017ના પરીણામ

2017ના પરીણામ

પરિણામોની વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે, જેમાં ભાજપને 99 બેઠકો મળી હતી. જે બાદ તેમણે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. બીજી તરફ કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આવી સ્થિતિમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા હતી, કારણ કે બંને વચ્ચે સીટોનો તફાવત માત્ર 22 હતો.

1995થી સત્તામાં છે બીજેપી

1995થી સત્તામાં છે બીજેપી

ગુજરાત પહેલા મહારાષ્ટ્રનો ભાગ હતો, પરંતુ 1960માં તેનું વિભાજન થયું હતુ અને અલગ રાજ્ય બન્યુ હતુ. ગુજરાતમાં 1995માં ભાજપ સત્તામાં આવ્યુ, ત્યારથી તેનું સામ્રાજ્ય અકબંધ છે. જો કે, ઘણી ચૂંટણીઓમાં તેની બેઠકો ઉપર અને નીચે ગઈ હતી. આવું પહેલીવાર 2017માં બન્યું હતું, જ્યારે ભાજપની બેઠકોની સંખ્યા 100થી નીચે પહોંચી હતી. પાર્ટી આ ચૂંટણીમાં પણ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, પરંતુ આ વખતે કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ તેની સામે ઉભી છે.

AAPએ કર્યો પ્રચાર

AAPએ કર્યો પ્રચાર

પ્રચારની બાબતમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગળ છે. સીએમ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન સહિત તમામ નેતાઓ અહી નોનસ્ટાફ રેલીઓ કરી રહ્યા હતા. આ સિવાય પાર્ટીએ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી ખુદ પાટીદાર આંદોલન સાથે જોડાયેલા ગોપાલ ઈટાલિયાને આપી છે. ગુજરાતમાં પાટીદારોના મત 15 થી 17 ટકાની વચ્ચે છે. આવી સ્થિતિમાં AAPની નજર તેમના પર છે.

નાગરિક ચૂંટણી પરીણામોથી AAP ઉત્સાહિત

નાગરિક ચૂંટણી પરીણામોથી AAP ઉત્સાહિત

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સુરતમાં નાગરિક ચૂંટણી યોજાઈ હતી, જેમાં AAP બીજા સ્થાને રહી હતી. આશ્ચર્યની વાત એ છે કે ત્યાં કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું ન હતું. AAPનો આ પહેલો પ્રયાસ હતો. જેના કારણે AAP વધુ ઉત્સાહિત છે.

English summary
Gujarat Election: Know what is the political equation of Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X