કોંગ્રેસ: ક્યાંક ટિકિટ મળતા તો ક્યાંક ન મળતા થયો વિરોધ

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બહુ ઓછા દિવસો બાકી છે ત્યારે ઉમેદવારોની યાદીના મામલે અનેક સ્થળોએ વિરોધ હજુ પણ ચાલુ જ છો. ચૂંટણીની બેઠકોને લઈને અમદાવાદ કોંગ્રેસમાં બબાલ થઇ હતી. બાપુનગરની બેઠક માટે આંતરિક વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ દ્વારા હિંમતસિંહ પટેલને ટિકિટ આપવામાં આવે એવી સંભાવનાને પગલે વિવાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. હિંમતસિંહ પટેલના સ્થાને અન્ય લાયક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી રહી છે. હિંમતસિંહ પટેલ 2 વાર વિધાનસભા અને 1 વાર લોકસભાની ચૂંટણી હારી ચૂક્યા હોવાથી વિવાદ થઇ રહ્યો છે.

GujaratCogress

તો સરસપુરના કોંગ્રેસી કોર્પોરેટર તૌફિકખાન પઠાણે અપક્ષ ઉમેદવારી કરવાની ચીમકી આપી છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતને ચીમકી આપી હતી. વિવિધ વિરોધના પગલે જ કોંગ્રેસ દ્વારા બીજા તબક્કા માટે ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જાહેર કરવાની રણનીતિ અપનાવાવમાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી મંગળવારે બપોરે જ આ અંગે ચર્ચા કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા અને અહમેદ પટેલના નિવાસસ્થાને કોંગ્રેસે બેઠક કરી હતી. કહેવાઇ રહ્યું છે કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલાં ઉમેદવારોના નામ ફાઇનલ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.

English summary
Gujarat Election: Local Congress leaders and workers are still opposing over the candidate list.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.