For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે 22 નવેમ્બરે આવશે ગુજરાત, જાણો આખુ શિડ્યુલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 22 નવેમ્બરે ગુજરાત આવશે અને પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરશે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 22 નવેમ્બરે ગુજરાત આવશે અને પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાથી બ્રેક લેશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દેશભરમાં 3570 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા કરી રહી છે. જે 20 નવેમ્બરે મધ્યપ્રદેશ પહોંચશે. હાલમાં ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં છે.

rahul gandhi

નોંધનીય છે કે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચારમાં સામેલ ન થવાના કારણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં કાર્યકર્તાઓની પણ માંગ હતી કે રાહુલ ગાંધી રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચે પરંતુ આ દરમિયાન પણ તેમણે પોતાની પદયાત્રા ચાલુ રાખી હતી. વળી, ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે પણ રાહુલ ગાંધી પર હારના ડરથી ચૂંટણી પ્રચારથી દૂર રહેવા અને જવાબદારી નહિ લેવાનો આરોપ લગાવ્યો હતો.

હિમાચલ પ્રદેશ બાદ હવે કોંગ્રેસનુ પૂરુ ફોકસ ગુજરાત પર છે. ચારે તરફથી ઉઠતા સવાલોના કારણે માનવામાં આવી રહ્યુ છે કે પક્ષ લીડરશિપે રાહુલ ગાંધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનો આગ્રહ કર્યો છે. આવતા અમુક સપ્તાહોમાં પાર્ટી પ્રમુખ નેતાઓ દ્વારા ચૂંટણી રાજ્યમાં ઘણી પ્રચાર રેલીઓ શિડ્યુલ કરવામાં આવી છે. આ દરમિયાન રાહુલ ગાંધી માટે 22 નવેમ્બરનુ શિડ્યુલ નક્કી છે પરંતુ તેમની રેલી ક્યાં છે તે હજુ સ્પષ્ટ નથી. 7 ડિસેમ્બરથી શરુ થનાર શિયાળુ સત્રમાં પણ રાહુલ ગાંધી સામેલ નહિ થાય.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે. જેનુ પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં 43, બીજી યાદીમાં 46 અને ત્રીજી યાદીમાં 7 નામો જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતના મોટા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને વડગામથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જિજ્ઞેશ મેવાણી ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનથી 18 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા. તેઓ હાલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે.

English summary
Gujarat Election: Rahul Gandhi will campaign in Gujarat on 22 November
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X