For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : 3 બૂથમાં 16 ડિસેમ્બરે ફરી મતદાનનો ચૂંટણી પંચનો નિર્ણય

|
Google Oneindia Gujarati News

gujarat-vote
ગાંધીનગર, 16 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટે 13 ડિસેમ્બર, 2012ને બુધવારના રોજ થયેલ પ્રથમ તબક્કાના મતદાન પૈકી નીચે દર્શાવેલ મતદાન મથકોમાં સને 1951ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 52(2)(એ) અન્વયે ભારતના ચૂંટણી પંચે રદ કરેલ છે. તેના સ્થાને આ મતદાન મથકો પર 16 ડિસેમ્બર, 2012 રવિવારના રોજ પુન: મતદાન યોજવાનો નિર્ણય લીધો છે.

મતદાન મથકનો નંબર-નામ અને વિધાનસભા મત વિભાગનો નંબર-નામ

(1) 80 જામજોધપુર : ૧૬૯ - કોટડા
(2) 103 - ભાવનગર ગ્રામ્ય : 69 - કમળેજ
(3) 160 - સુરત ઉત્તર : 27 કતારગામ

ઉપરોકત કુલ ત્રણ મતદાન મથકોએ હવે 16 ડિસેમ્બર, 2012 રવિવારના રોજ સવારે 8.00 થી સાંજે 5.00 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે. જે અંગે સંબંધકર્તા રાજકીય પક્ષો અને સંબંધિત મતદાર વિભાગોના ઉમેદવારોને તેમજ મતદાન મથકના મતદારોને નોંધ લેવા જણાવવામાં આવે છે.

બીજા તબક્કાની ચૂંટણી માટે ૧૭મી ડિસેમ્બરે જાહેર રજા રહેશે

સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના બીજા તબક્કામાં 17 ડિસેમ્બર,2012ને સોમવારના રોજ મતદાન યોજાનાર છે. આથી આ દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લામાં તથા અમદાવાદમાં (ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રીજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઇવાડી, દરીયાપુર, જમાલપુર, ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ) જાહેર રજા રહેશે.

ઉલ્લેખનીય છે કે 17 ડિસેમ્બર, 2012 સોમવારના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે.

English summary
Gujarat Election : Re voting on 3 booths on 16 December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X