For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Result: ઉત્તર ગુજરાતમાં કઇ પાર્ટીને મળી કેટલી સીટ? કેટલા મતોથી મેળવી જીત, જાણો

ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસ 17 બેઠક તથા આપને 5 બેઠક મળી છે. આ સાથે અપક્ષ ઉમેદવારોએ 4 બેઠક જીતી છે. આ ચૂંટણીમાં

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. જ્યારે કોંગ્રેસ 17 બેઠક તથા આપને 5 બેઠક મળી છે. આ સાથે અપક્ષ ઉમેદવારોએ 4 બેઠક જીતી છે. આ ચૂંટણીમાં ભાજપને 2017 કરતા 57 બેઠકો વધારે મળી છે જ્યારે કોંગ્રેસની 60 બેઠકો ઓછી થઇ છે. ઉત્તર ગુજરાત 32 બેઠકોનું પરિણામ જાણીએ

બનાસકાંઠાની 9 બેઠક

બનાસકાંઠાની 9 બેઠક

બનાસકાંઠાની 9 બેઠકોની વાત કરીયે તો બીજેપીને 4 તથા કોંગ્રેસને 4 બેઠકો મળી છે, એક સીટ અપક્ષ ઉમેદવારે પોતાના નામે કરી છે. બનાસકાંઠાની મુખ્ય બેઠક ગણાતી થરાદની બેઠક પર બીજેપીના ઉમેદવાર શંકર ચૌધરીએ 25865 મતથી વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત દિયોદરમાં બીજેપી ઉમેદવાર કેસાજી ચૌહાણે 38553 મતથી જીત મેળવી હતી. ડીસામાં પ્રવિણ માળીએ 41403 મતોથી વિજય મેળવ્યો હતો. પાલનપુરમાં અનિકેત ઠાકરની 27044 મતથી જીત થઇ હતી.

કોંગ્રેસની વાત કરીયે તો વડગામ બેઠક પરથી દલીત નેતા જીગ્નેશ મેવાણીએ જીત હાંસલ કરી હતી. વાવ બેઠક પર ગેની બેન ઠાકોર 15 હજારથી વધુ મતોથી જીત્યા છે. આ ઉપરાંત દાંતામાં કાંતિ ખરાડીએ જીત મળવી હતી. કાંતી ખરાડીએ 6440 મતોથી જીત મેળવી હતી. આ ઉપરાંત કાંકરેજમાં કોગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોરે 5349 મતોથી જીત મેળવી હતી. અપક્ષની વાત કરીયે તો બીજેપીમાંથી સાઇડલાઇન કરાયેલ માવજીભાઇ દેસાઇએ 35657 મતોથી જીત મેળવી હતી.

પાટણ જિલ્લાની 4 બેઠક

પાટણ જિલ્લાની 4 બેઠક

પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી બીજેપી ઉમેદવાર લવીંગજી ઠાકોરે 22500 મતોથી જીત મેળવી હતી. ચાણસ્મા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દીનેશભાઇ ઠાકોરે 1096 વિજય મેળવ્યો છે. પાટણ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના કીર્તિકુમાર પટેલે 16401 મતોથી વિજય મેળવ્યો હતો. સિદ્ધપુર વિધાનસભા બેઠકની વાત કરીયે તો ભાજપના બળવંતજી રાજપુતે 2759 મતોથી વિજય મેળવ્યો હતો.

મહેસાણા જિલ્લાની 7 બેઠક

મહેસાણા જિલ્લાની 7 બેઠક

મહેસાણા જિલ્લાની 7 બેઠકોના પરિણામોની વાત કરીએ તો મહેસાણા સીટ પરથી BJPના મુકેશ પટેલે 45724 મતોથી જીત તથા ઉંઝા બેઠક પરથી કીરીટ પટેલે 51221 મતોથી જીત મેળવી હતી. આ ઉપરાંત વિસનગર બેઠક પરથી ભાજપના ઋષિકેશ પટેલ 34572 મતોથી જીત્યા તથા બેચરાજી બેઠક પરથી બીજેપીના સુખાજી ઠાકોરે 11231 મતોથી જીત મેળવી હતી. કડી બેઠક પર કરશન ભાઇ સોલંકીએ 28171 મતથ વિજય મેળવ્યો હતો. ખેરાલુ બેઠકની વાત કરીયે તો BJPના સરદારભાઇ ચૌધરીએ 4421 મતથી વિજય મેળવ્યો હતો. વિજાપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડાએ 6852 મતોથી વિજય મેળવ્યો હતો.

સાબરકાંઠાની 4 બેઠક પર કોણ જીત્યુ?

સાબરકાંઠાની 4 બેઠક પર કોણ જીત્યુ?

સાબરકાંઠાની 4 વિધાનસભા બેઠકોની વાત કરીયે તો હિંમતનગર બેઠક પરથી ભાજપના અનિલકુમાર પરમારે 9846 મતોથી વિજય મેળવ્યો હતો. ઇડર બેઠક પર ભાજપના રમણલાલ વોરાએ 39336 મતોથી વિજય મેળવ્યો હતો. ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના તુષાર ચૌધરીએ 1998 મતોથી વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત પ્રાંતિજ બેઠકની વાત કરીયે તો અહીથી બીજેપીના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારની 64121 મતોથી જીત મેળવી હતી.

અરવલ્લીની 3માંથી 2 બેઠકો પર ભગવો લહેરાયો

અરવલ્લીની 3માંથી 2 બેઠકો પર ભગવો લહેરાયો

અવલ્લીમાં ત્રણેય બેઠકો પર ભગવો લહેરાયો છે. અરવલ્લીની બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની 5831 મતોથી જીત થઇ હતી. ભિલોડા બેઠક પર બીજેપીના પીસી બરંડાએ 29478ના મોચા માર્જિનથી જીત મેળવી હતી. મોડાસા બેઠકની વાત કરીયે તો અહીથી બીજેપીના ઉમેદવાર ભિખુસિંહજી પરમારે 34541 મતોથી વિજય મેળવ્યો હતો.

ગાંધીનગરની 5 બેઠકોમાં કોણે મારી બાજી?

ગાંધીનગરની 5 બેઠકોમાં કોણે મારી બાજી?

ગાંધીનગરની 5 બેઠકોમાં ગાંધીનગર ઉત્તરમાં બીજેપીના રીટાબેન પટેલે કોંગ્રેસના વિરેન્દ્ર સિંહને 26280 મતોથી હરાવ્યા હતા. ગાંધીનગર દક્ષિણથી રાધનપુરથી અહી લાવવામાં આવેલ તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કન્વિનર અલ્પેશ ઠાકોરે 43322 જેટલા જંગી મતોથી વિજય મેળવ્યો હતો. દહેગામ બેઠક પરથી બીજેપીના બલરાજસિંહ ચૌહાણે 16034 મતોથી વિજય મેળવ્યો હતો. માણસા બેઠકની વાત કરીએ તો અહીંથી બીજેપીના જયંતિભાઇ પટેલે 39248 મતોથી વિજય મેળવ્યો હતો તથા કલોલ બેઠક પરથી બીજેપીના ફતેસિંહ ચૌહાણે સૌથી વધુ 115124 મતોથી વિજય મેળવ્યો હતો.

English summary
Gujarat Election Result: Which party got how many seats in North Gujarat? Win by how many votes?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X