For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Results 2022 : તમામ એક્ઝિ પોલ ખોટા પડ્યા, જાણો કેટલુ અંતર રહ્યું?

ગુજરાતમાં બીજેપીની ધમાકેદાર જીતે તમામ એક્ઝિટ પોલને ખોટા પાડ્યા છે. આમ આદમી પાર્ટીને લઈને પણ મોટા દાવા પણ ખોટા સાબિત થયા છે. જો કે આ પહેલી વખત નથી, જ્યારે કોઈ એક્ઝિટ પોલ ખોડા પડ્યા હોય.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં બીજેપીની ધમાકેદાર જીતે તમામ એક્ઝિટ પોલને ખોટા પાડ્યા છે. આમ આદમી પાર્ટીને લઈને પણ મોટા દાવા પણ ખોટા સાબિત થયા છે. જો કે આ પહેલી વખત નથી, જ્યારે કોઈ એક્ઝિટ પોલ ખોડા પડ્યા હોય. દિલ્હી અને પંજાબમાં પણ સર્વે અને એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.

BJP

ગુજરાતમાં મોટા ભાગના એક્ઝિટ પોલમાં બીજેપીને 115થી 145 આસપાસ સીટો મળવાનો અંદાજ લગાવાયો હતો. આ સિવાય કોંગ્રેસને 40થી 50 અને આમ આદમી પાર્ટીને 9થી 21 સીટો મળવાનો અંદાજ લગાવાયો હતો. આ તમામ આંકડાઓ પરિણામ બાદ ખોટા સાહિત થયા છે.

ગુજરાત વિધાનસભાના પરિણામ બાદ એક્ઝિટ પોલની વિશ્વસનિયતા પર સવાલો ઉભા થયા છે. ગુજરાતમા તમામ સર્વેમાં આમ આદમી પાર્ટીને 9થી 21 સીટો જીતવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી ત્યારે હવે આ દાવાનો છેદ ઉડી ગયો છે. ગુજરાતમાં હાલ તમામ આંકડાઓ સર્વે અને એક્ઝિટ પોલથી અલગ જોવા મળ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલ બીજેપી 155 આસપાસ, કોંગ્રેસ 16થી 17 અને આમ આદમી પાર્ટી 5 સીટો મેળવતી જોવા મળી રહી છે. વોટ શેર માટે હજુ સંપુર્ણ પરિણામ માટે રાહ જોવી પડશે.

English summary
Gujarat Election Results 2022: All the ex-polls were wrong, know how far there is?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X