For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Results 2022 : વઢવાણ બેઠક પર લહેરાયો ભગવો, આપના હિતેશ બજરંગની કારમી હાર

વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણા 104451 મત મળ્યા છે. જ્યારે તેમના પછી આમ આદમી પાર્ટીના હિતેશ બજરંગને 39262 મત મળ્યા છે. કોંગ્રેસના તરૂણ ગઢવીને 22,009 મત મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election Results 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 114 બેઠક પર જીત મળી છે, જ્યારે 45 બેઠક પર આગળ છે. આ સાથે કોંગ્રેસને 8 બેઠક પર જીત મળી છે અને 6 બેઠક પર આગળ છે. જો આમ આદમી પાર્ટીને 3 મળી છે અને માત્ર 2 બેઠકો પર આગળ છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે. આવા સમયે વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઇ છે.

 jagdish makwana

વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણા 104451 મત મળ્યા છે. જ્યારે તેમના પછી આમ આદમી પાર્ટીના હિતેશ બજરંગને 39262 મત મળ્યા છે. કોંગ્રેસના તરૂણ ગઢવીને 22,009 મત મળ્યા છે. આ સાથે નોટામાં 2795 મત પડ્યા છે, જે બસપા અને અપક્ષને મળેલા મત કરતા બમણા છે.

બસપા, આરએનપી, વીપીપી અને અપક્ષમાં ઉભા રહેલા 5 ઉમેદવારોને 1000 કરતા પણ ઓછા મત મળ્યા છે. સૌથી ઓછા મત રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના ઉમેદવાર ચાવડા નિલેશભાઇ મનસુખભાઇને મળ્યા છે, તેમને માત્ર 213 મત જ મળ્યા છે. ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણાને 65189 મતની લીડ મળી છે.

ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપના ઉમેદવાર ધનજીભાઇ પટેલે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ પટેલને 51.95 વોટના માર્જીનથી હરાવ્યા હતા. વઢવાણ વિધાનસભા મત વિસ્તાર સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. લોકસભાની 2019 માં થયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્રભાઈ મુંઝાપરાએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ પટેલને 277437ના માર્જીનથી હરાવીને સુરેન્દ્રનગર લોકસભાની સીટ જીતી હતી.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Gujarat Election Results 2022 : BJP candidate jagdish makwana win wadhwan seat by taking 65189 vote lead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X