For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Results 2022 : કેજરીવાલની ભવિષ્યવાણી ખોટી પડી, AAP ના ત્રણેય મોટા માથા હાર્યા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિદ કેજરીવાલની ભવિષ્યવાણી ગુજરાતમાં ખોટી સાબિત થઇ છે. આ સાથે સાથે આમ આદમી પાર્ટીના સૌથી મોટા 3 ચહેરા જેમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ શામેલ છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election Results 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 47 બેઠક પર જીત મળી છે, જ્યારે 108 બેઠક પર આગળ છે. આ સાથે કોંગ્રેસને 5 બેઠક પર જીત મળી છે અને 13 બેઠક પર આગળ છે.

આ સાથે અન્યને 2 બેઠક મળી છે અને 2 પર આગળ ચાલી રહી છે. જો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો તેને માત્ર એક જ બેઠક મળી છે, અને માત્ર 4 બેઠકો પર આગળ છે. આ સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિદ કેજરીવાલની ભવિષ્યવાણી ગુજરાતમાં ખોટી સાબિત થઇ છે. આ સાથે સાથે આમ આદમી પાર્ટીના સૌથી મોટા 3 ચહેરા જેમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ શામેલ છે, તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

ખંભાળિયા બેઠક - ઇસુદાન ગઢવી

ખંભાળિયા બેઠક - ઇસુદાન ગઢવી

દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો ઇસુદાન ગઢવી મેદાનમાં હતા. OBC સમુદાયમાંથીઆવતા ઈસુદાન સામે ભાજપે મુળુભાઈ બેરાને મેદાનમાં ઉતાર્યા હતા.

કોંગ્રેસે તેમના વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમને ફરીથી ઉમેદવારપોતાના ઉમેદવાર બનાવ્યા હતા. મુળુભાઇ બેરાએ આ બેઠક 65117 મત મેળવીને જીતી લીધી છે. જે સામે ઇસુદાન ગઢવીને 47128 મતમળ્યા હતા. આ સાથે વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમને 38215 મત મળ્યા છે. મુળુભાઇ બેરા 17989 મતનામાર્જીનથી જીત્યા છે.

કતારગામ બેઠક - ગોપાલ ઈટાલિયા

કતારગામ બેઠક - ગોપાલ ઈટાલિયા

ગુજરાતની કતારગામ વિધાનસભા બેઠક પર પણ સૌની નજર હતી. આ અગાઉ કોન્સ્ટેબલ અને ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલા ગોપાલઈટાલિયા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠકપર ભાજપે વિનુ મોરડિયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ તરફથી કલ્પેશ વરિયા મેદાનમાં છે. જેમાં ભાજપના વિનુ મોરડિયાએ96,496 મત મેળવીને બેઠક પર જીત મેળવી છે. જ્યારે ગોપાલ ઇટાલિયાને 45424 મત મળ્યા છે અને કલ્પેશ વારિયાને 16381 મતમળ્યા છે. આ બેઠક પરથી 51,044 મતના માર્જીનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનુ મોરડિયાની જીત થઇ છે.

વરાછા બેઠક - અલ્પેશ કથીરિયા

વરાછા બેઠક - અલ્પેશ કથીરિયા

તમામની નજર પાટીદારોના ગઢ ગણાતી વરાછા બેઠક પર હતી. જેમાં આમ આદમી પાર્ટીએ પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા અલ્પેશકથીરિયાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપના પૂર્વ મંત્રી કિશોર કાનાણી મેદાનમાં ઉતાર્યા હતા.

આ સાથે પ્રફુલ્લ તોગડિયા કોંગ્રેસનાઉમેદવાર હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના કિશોર કાનાણી વરાછા રોડ મત વિસ્તારમાંથી 16,754 મતોના માર્જિનથી જીતી ગયા છે. આસાથે અલ્પેશ કથીરિયાને 50031 મત અને પ્રફુલ્લ તોગડિયાને 2934 મત મળ્યા છે.

અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી

અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી

અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, લોકો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)થી એટલા ડરે છે કે, તેઓ 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણીમાં AAP ને ખુલ્લેઆમ સમર્થન આપવાથી ડરે છે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, હું તમારા બધાની સામે લેખિતમાં ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, મારી ભવિષ્યવાણી નોંધી લો. 27 વર્ષના કુશાસન બાદ ગુજરાતના નાગરિકોને ભાજપથી મુક્તિ મળશે.

અરવિંદ કેજરીવાલે એક કાગળ પર પોતાની ભવિષ્યવાણી લખી અને મીડિયાને બતાવી. AAPના રાષ્ટ્રીય સંયોજકે જૂની પેન્શન યોજનાની માંગણી કરી રહેલા સરકારી કર્મચારીઓને અન્ય માંગણીઓ સાથે રાજ્યમાં આમ આદમી પાર્ટીને સરકાર બનાવવામાં મદદ કરવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે 1 એપ્રિલ, 2005ના રોજ અથવા તે પછી સેવામાં જોડાનારા કર્મચારીઓ માટે નવી યોગદાન પેન્શન યોજના (NPS) શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 33 જિલ્લાના 37 કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં 1600થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાંછે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, મતગણતરી પ્રક્રિયા માટે 182 રિટર્નિંગ ઓફિસર અને 494 આસિસ્ટન્ટરિટર્નિંગ ઓફિસર ફરજ બજાવી રહ્યા છે. મતદાન માટે એડિશનલ 78 મદદનીશ રિટર્નિંગ ઓફિસર રહેશે.

આ ઉપરાંત, અગાઉનીચૂંટણીઓમાં ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે 71 એડિશનલ મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાંઆવી છે.

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ગુજરાતમાં 1998થી ભાજપની સરકાર છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)નીએન્ટ્રીથી આ વખતે કોઈ ફેરફાર થશે કે, કેમ તે સવાલનો જવાબ આજે મળશે. જો એક્ઝિટ પોલની વાત માનીએ તો ભાજપ ગુજરાતમાં ફરીએક રેકોર્ડ સર્જશે.

આ સાથે આપને 5 થી વધુ સીટ નહીં મળે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની સ્થિતિ પણ દયનીય રહેશે.ઉલ્લેખનીય છે કે, 182 સભ્યોની વિધાનસભામાં, એક્ઝિટ પોલમાં ભાજપને 117-148 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.

આ સાથેઆમ આદમી પાર્ટીના જોરદાર ઝુંબેશ છતાં, એક્ઝિટ પોલમાં AAPને 3 થી 13 સીટો વચ્ચે જીતનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારેકોંગ્રેસને 30-51 બેઠકો મળે તેવી આગાહી કરવામાં આવી છે.

2022ની વિધાનસભા ચૂંટણી

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાતવિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Gujarat Election Results 2022: Kejriwal's prediction goes wrong, three big leaders of AAP lose
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X