ગુજરાત ચૂંટણી: BJPના 87 ઉમેદવારોની સૂચિ થઇ છે વાયરલ

Written By:
Subscribe to Oneindia News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે, ચૂંટણી માટે ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ભાજપ ઉમેદવારોની સૂચિ બનાવવામાં વ્યસ્ત છે. બુધવારે જ ભાજપની ઉમેદવારોની યાદીને લઇને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠક બાદ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અલગ બેઠક પણ મળી હતી, પરંતુ ઉમેદવારોના નામ જાહેર નહોતા થયા. ભાજપ તરફથી ઉમેદવારોના નામ 18 કે 19 નવેમ્બરે જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. કેટલાક નામો ગુરૂવારે રાતે જાહેર થવાની શક્યતા પણ વ્યક્ત થઇ રહી છે. આ બધા વચ્ચે ભાજપના 87 ઉમેદવારોની યાદી સોશ્યલ મીડિયામાં ફરતી થઇ છે. જો કે, આ અંગે હજુ કોઇ અધિકૃત જાહેરાત થઇ નથી. આ સૂચિમાં આનંદીબહેન પટેલની ઘાટલોડિયાની બેઠક પર તેમના પુત્રી અનાર પટેલનું નામ જોવા મળે છે.

bjp

આ યાદીમાં ઉમેદવારોના નામ નીચે મુજબ છે:

1) કચ્છ-માંડવી: તારાચંદ છેડા
2) ભૂજ: ડૉ.નીમાબેન આચાર્ય
3) ગાંધીધામ: રમેશભાઈ મહેશ્વરી
4) વાવ: શંકરભાઇ ચૌધરી
5) દીયોદર: કેશાજી ચૌહાણ
6) રાધનપુર: નાગરજી ઠાકોર
7) ચાણસ્મા: દિલીપકુમાર ઠાકોર
8) પાટણ: રણછોડભાઈ દેસાઈ
9) સિદ્ધપુર: જયનારાયણ વ્યાસ
10) મહેસાણા: નિતીનભાઈ પટેલ
11) હિંમતનગર: રાજેન્દ્રસિંહ ચાવડા
12) ઇડર: રમણભાઈ વોરા
13) ગાંધીનગર દક્ષિણ: નરહરિ અમીન
14) માણસા: અમિત ચૌધરી
15) વિરમગામ: ડો.તેજશ્રીબહેન પટેલ
16) ઘાટલોડિયા: અનાર પટેલ
17) વેજલપુર: કિશોરસિંહ ચૌહાણ
18) વટવા: પ્રદીપસિંહ જાડેજા
19) એલિસબ્રિજ: જાગૃતિબેન પંડ્યા
20) નારણપુરા: અજય પટેલ
21) નિકોલ: જગદીશ પંચાલ
22) અસારવા: આર. એમ. પટેલ
23)સાબરમતી: અરવિંદભાઈ પટેલ
24) ધોળકા: ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા
25) ધંધૂકા: લાલજીભાઈ કોળીપટેલ
26) લીંબડી: કિરીટસિંહ રાણા
27) વઢવાણ: આઈ .કે.જાડેજા
28) ચોટીલા: શામજી ચૌહાણ
29) રાજકોટ દક્ષિણ: ગોવિંદભાઇ પટેલ
30) રાજકોટ ગ્રામ્ય: ભાનુબેન બાખરીયા
31) જેતપુર: જયેશ રાદડિયા
32) કાલાવાડ: મેઘજીભાઈ ચાવડા
33) જામજોધપુર: ચીમનભાઈ સાપરીયા
34) દ્વારકા: પબુભા માણેક
35) પોરબંદર: બાબુભાઇ બોખરિયા
36) વિસાવદર: ભરત પટેલ
37) કેશોદ: અરવિંદ બાડાણી
38) માંગરોળ: રાજેશ ચૂડાસમા
39) સોમનાથ: જસાભાઈ બારડ
40) કોડીનાર: જેમભાઇ સોલંકી
41) લાઠી: બાવકુભાઇ ઉઘાડ
42) સાવરકુંડલા: વલ્લભભાઈ વઘાસીયા
43) રાજુલા: હીરાભાઈ સોલંકી
44) મહુવા: ભાવનાબેન મકવાણા
45) ગારીયાધાર: કેશુભાઈ નાકરાણી
46) ભાવનગર ગ્રામ્ય: પુરુષોત્તમ સોલંકી
47) ભાવનગર પૂર્વ: વિભાવરીબેન દવે
48) ગઢડા: આત્મારામ પરમાર
49) ભાવનગર પશ્ચિમ: જીતુ વાઘાણી
50) બોટાદ: ઠાકરસિંહ માણીયા
51) નડીયાદ: પંકજ દેસાઈ
52) કપડવંજ: બિમલ શાહ
53) લૂણાવાડા: એચ.એસ.પટેલ
54) શહેરા: જેઠાભાઇ ભરવાડ
55) ગોધરા: સી.કે.રાઓલજી
56) કાલોલ: અનુભાઈ રાઠોડ
57) હાલોલ: જયદત્તસિંહ પરમાર
58) ફતેપુરા: રમેશ કટારા
59) દેવગઢ બારીયા: બચુભાઈ ખાબડ
60) સાવલી: કેતનભાઈ ઈમાનદાર
61) વાઘોડિયા: મધુભાઇ શ્રીવાસ્તવ
62) ડભોઇ: બાલકૃષ્ણ પટેલ
63) વડોદરા શહેર: શ્રીમતી મનીષા વકીલ
64) રાવપુરા: રાજેન્દ્ર ત્રિવેદી
65) માંજલપુર: યોગેશ પટેલ
66) પાદરા:  દિનેશભાઇ પટેલ
67) નાંદોદ: શબ્દશરણ તડવી
68) ડેડીયાપાડા: મોતીલાલ વસાવા
69) જંબુસર: છત્રસિંહ મોરી
70) વાગરા: અરુણસિંહ રાણા
71) ભરૂચ: દુષ્યંત પટેલ
72) અંકલેશ્વર: ઈશ્વરસિંહ પટેલ
73) ઓલપાડ: મૂકેશભાઇ પટેલ
74) માંગરોળ: ગણપતભાઈ વસાવા
75) કામરેજ: પ્રફુલભાઇ પાનસરિયા
76) સુરત ઉત્તર: અજયકુમાર ચોકસી
77) કરંજ (સુરત શહેર): જનકભાઈ કાછડીયા
78) લીંબાયત: સંગીતાબહેન પાટીલ
79) કતાર ગામ: નાનુભાઈ વાનાણી
80) ચોર્યાસી: રાજેન્દ્રભાઇ પટેલ
81) બારડોલી: ઈશ્વરભાઈ પરમાર
82) મહુવા: મોહનભાઇ ડોડીયા
83) નીઝર: કાંતિભાઈ ગામીત
84) જલાલપોર: આર. સી. પટેલ
85) વલસાડ: ભરતભાઈ પટેલ
86) પારડી: કનુભાઈ દેસાઈ
87) ઉમરગામ: રમણભાઈ પાટકર

English summary
Gujarat Elections 2017:BJP nomination list is going viral, but it's a fake list.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.