વીડિયો કાંડ બાદ પણ હાર્દિકના પડખે ઊભા છે આ પાટીદારો

Subscribe to Oneindia News

હાર્દિક પટેલ વિરુદ્ધ છેલ્લા 2 દિવસમાં યુટ્યુબ પર અપલોડ થયેલી આપત્તિજનક વીડિયો ક્લિપ જાહેર થયા બાદ આ અંગે ઘણું કહેવાઇ રહ્યું છે. કેટલાક લોકો હાર્દિકના પક્ષમાં છે, તો કેટલાક તેનો વિરોધ પણ કરી રહ્યાં છે. હાર્દિક પટેલે આ સીડી નકલી હોવાનું જણાવી તેનો સીધો આરોપ ભાજપ પર મુક્યો છે. હાર્દિકની ઇમેજ ખરડાવાના હેતુ સાથે બહાર પડેલ આ સીડી જેણે પણ બહાર પાડી એનો હેતુ સર થયો નથી અને દાવ ઊંધો પડ્યો છે. પાટીદારો હાર્દિકના સમર્થનમાં આવી ગયા છે. સુરતના કતારગામમાં રહેતા સી.પી.સોજીત્રાએ આ અંગે જણાવ્યું કે, હું 1985ની અનામતની લડાઈમાં લડ્યો છું, પણ સમાજને ફાયદો નહોતો કરાવી શક્યો. હવે જ્યારે 30 વર્ષ પછી કોઈ યુવાન સમાજ માટે લડી રહ્યો છે ત્યારે અમે હાર્દિક સાથે છીએ. માની લો કે, વીડિયો ક્લિપ સાચી પણ હોય તો એ હાર્દિકની અંગત લાઈફ છે. તેણે છેલ્લા 2 વર્ષથી સમગ્ર ગુજરાતમાં એક લહેર ઉભી કરી છે અને તેને અમે ના ભૂલી શકીએ. કારણ કે સરકારે સમાજ માટે શું કર્યું તેનો જવાબ એલોકો આપી શક્યા નથી.

Patidar

જ્યારે 25 વર્ષની ટ્વિંકલ મકડીયા કહે છે કે, હાર્દિક માટે અમને માન છે અને તેણે અમારા સમાજ માટે ખૂબ મોટું કામ કર્યું છે. માની લો કે, ભાજપ પાસે ક્લિપ મે માસથી હતી તો પહેલા રિલીઝ કેમ ના કરી? આ ચુંટણીમાં ભાજપે હાર્દિકને ડેમેજ કરવા માટે આ કૃત્ય કર્યું છે, તે આના પરથી જ સાબિત થાય છે. જ્યારે ડૉ. કિશોર રૂપરેલીયા કહે છે કે, હાર્દિકમાં સરદાર પટેલનું ડીએનએ છે, એ સાબિત થઈ ગયું છે. કારણ કે 24 વર્ષના યુવકે 22 વર્ષના સરકારના શાસનને હલાવી દીધું છે. હાર્દિક માટે અમને માન છે. રિલીઝ થયેલી ક્લીપ અને આંદોલનને કોઈ સંબંધ નથી. બીજી તરફ ભરૂચમાં મંગળવારે હાર્દિક પટેલની સભામાં મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા અને સીડી અંગે કોઈ નારાજગી પણ બતાવી નહોતી. જેથી એવું લાગી રહ્યું છે કે, ક્લિપકાંડથી હાર્દિકને નહીં, પરંતુ સરકારને મોટું નુકસાન થઈ શકે તેમ છે.

English summary
Gujarat Elections 2017: Common people still supports Hardik Patel after his alleged viral videos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.