ગુજરાત ચૂંટણી: પહેલા તબક્કાના 6 બૂથ પર થશે ફરી મતદાન

ભારતીય ચૂંટણી પંચે મંગળવારે ગુજરાતના 6 બૂથો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે, બીજીવાર મતદાન 14 ડિસેમ્બરના રોજ થશે.

ભારતીય ચૂંટણી પંચે મંગળવારે ગુજરાતના 6 બૂથો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે, બીજીવાર મતદાન 14 ડિસેમ્બરના રોજ થશે. આ 6 બૂથો પર ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. પંચને ફરિયાદ મળી હતી કે, આ બૂથો પર કર્મચારીઓએ મતદાન પહેલાં મોક પોલ ડેટા ખસેડવામાં નહોતું આવ્યું અને મતદાન શરૂ કરાવ્યું હતું. પહેલા તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું, જેમાંથી 4 વિધાનસભા બેઠકોના 6 બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવશે.

Gujarat

જે 6 બેઠકો પર પુનર્મતદાન થનાર છે, એમાં જામનગરની જમજોધપુર બેઠકના ધુંડા અને મનોહર બૂથ, ગિર સોમનાથ જિલ્લાની ઉના બેઠકના ગંગદા અને બનધારદા બૂથ, વલસાડની અંબરગાંવ બેઠકનું ચાનોદ કૉલોની બૂથ અને જિલ્લા તાપીની નિજાર બેઠકના ચોરવડ બૂથનો સમાવેશ થાય છે. 14 ડિસેમ્બરના રોજ રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન છે, આ દરમિયાન જ ઉપરોક્ત બૂથો પર પણ મતદાન થશે. રાજ્યમાં ચૂંટણીના પરિણામો 18 ડિસેમ્બરના રોજ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X