ગુજ.માં કોંગ્રેસ જાતિવાદની નીતિને કારણે હારશે:નાણાં મંત્રી

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલીએ સોમવારે અમદાવાદમાં ભાજપના મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓ કેટલાક લોકોને ખોટું કહી, માત્ર ચૂંટણીમાં લાભ ખાટવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ચૂંટણીની દ્રષ્ટિએ તેઓ જનતાને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પરંતુ ગુજરાતની જનતા એકજૂટ છે. 80ની સાલમાં પણ ગુજરાતની જનતાને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે વિકાસ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસ સામાજિક આધાર પર જનસંખ્યાને વિભાજિત કરી રહી છે. જાતિને આધારે વિભાજન કરી ચૂંટણી લડાઇ રહી છે. કોંગ્રેસની જાતિવાદીની નીતિને કારણે જ તે હારશે.

arun jaitley

અનામત અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અનામત અંગે સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ નિર્દેશ છે, 50 ટકાથી વધારે અનામત આપી ન શકાય. ગુજરાતમાં આ વખતે પણ ભાજપની જ સરકાર બનશે. અમારો એજન્ડા પહેલેથી વિકાસ જ રહ્યો છે અને આગળ પણ એ જ રહેશે. તો સાથે જ સંસદના શિયાળુ સત્રમાં મોડું થવા મામલે તેમણે કહ્યું હતું કે, શિયાળુ સત્રની તારીખ જલ્દી જ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા શિયાળુ સત્ર મામલે કહેવામાં આવ્યું હતું કે, પીએમ શિયાળુ સત્રનો સામનો કરતા ડરે છે. એનો જાણે જવાબ આપતા હોય એમ નાણાં મંત્રી અરુણ જેટલીએ અહીં કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં પણ સંસદીય સત્રની તારીખો આગળ-પાછળ થઇ છે. ચૂંટણીમાં જનતા સમક્ષ જવું જરૂરી છે. ટૂંક સમયમાં જ વિપક્ષને સાંભળીને સત્રની તારીખો જાહેર કરવામાં આવશે.

English summary
Gujarat Elections 2017: Finance Minister Arun Jaitley addresses Press Conference.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.