For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPએ કરેલ અન્યાયનો બદલો ચૂંટણીમાં લઇશું: પાટીદાર નેતા

રાજ્યમાં પાટીદાર આંદોલન બાદથી રાજ્ય સરકાર અને ભાજપ માટે પાટીદારોમાં નારાજગી તેમજ રોષ પ્રવર્ત્યો છે. નિખિલ સવાણીએ કહ્યુ કે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પાડી દેવાની છે.

By Oneindia
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં પાટીદાર આંદોલન બાદથી રાજ્ય સરકાર અને ભાજપ માટે પાટીદારોમાં નારાજગી તેમજ રોષ પ્રવર્ત્યો છે. વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે પાટીદાર નેતા નિખિલ સવાણીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતના પાટીદારો ભાજપથી નારાજ છે ત્યારે પાટીદારોને મનાવવા 15 જેટલા પાટીદારોને ભાજપે ટિકિટ આપી છે, પરંતુ ભાજપની સરકારે જે રીતે પાટીદારો પર લાઠીચાર્જ કરાવ્યો, પાટીદારની માં-બેન દીકરીઓને ગાળોથી અપમાનિત કર્યા, પાટીદારોને દરેક બાબતમાં અન્યાય કર્યો, આવી અનેક બાબતોને ધ્યાનમાં રાખી પાટીદાર સમાજ ભાજપથી સખત નારાજ છે અને તેનો બદલો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં લઇશું. એટલે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પાડી દેવાની છે, એ ફાઇનલ છે.

BJP-Paas

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 70 ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. સુરત જિલ્લામાં પણ 7 બેઠકો પૈકી 3 બેઠકો પર જાહેરાત કરાઈ હતી, જેમાં બારડોલી, ઓલપાડ અને માંગરોળ બેઠકનો સમાવેશ થાય છે. ત્રણેય બેઠક ઉપર વર્તમાન ધારાસભ્યોને જ ટિકિટ આપવામાં આવી છે. 169 - બારડોલી એસ.સી બેઠક પર ઈશ્વરભાઈ પરમાર, 155 - ઓલપાડ બેઠક પર મુકેશભાઈ પટેલ અને વર્તમાન કેબિનેટ મંત્રી ગણપત વસાવાને પોતાની માંગરોળ બેઠકની ટિકિટ આપવામાં આવી છે. આ જાહેરાત થતા કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા. પાટીદારોનો ગઢ ગણાતી કામરેજ બેઠક પર જાહેરાત બાકી છે, ત્યારે કોંગ્રેસ નોગઢ ગણાતી માંડવી બેઠક ઉપર પણ જાહેરાત થઈ નથી. તેમજ મહુવા અને ચોર્યાસી બેઠક ઉપર પણ નામો જાહેર કરવાના બાકી છે.

English summary
Gujarat Elections 2017: Patidar leader Nikhil Savani says, BJP has done injustice to Patidar Community, we will take revenge in upcoming election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X