Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિવ્યાંગો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે આ યોજનાનો લાભ મળશે

રાજ્ય સરકારે દિવ્યાંગજનોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનાથી 'સંત સુરદાસ યોજના'નો લાભ હવે વધુ દિવ્યાંગ વ્યક્તિઓને મળી શકશે. પહેલેથી ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ મળતો હતો. જો કે, વર્ષ ૨૦૨૫-૨૬થી આ માપદંડ બદલીને ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

આ ઉપરાંત, 'સંત સુરદાસ યોજના'માં વર્ષ ૨૦૨૪-૨૫માં બી.પી.એલ. કાર્ડ અને ૦ થી ૧૭ વર્ષની ફરજિયાત ઉંમરની જોગવાઈને પણ દૂર કરવામાં આવી છે. આ ફેરફારો દિવ્યાંગજનો સુધી યોજનાનો વ્યાપ વધારશે અને તેમને વધુ સહાય પૂરી પાડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવી 'વિકલાંગ'ને બદલે 'દિવ્યાંગ' જેવું સન્માનજનક નામ આપી સમાજમાં તેમનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું છે. આ પરિવર્તન માત્ર એક શબ્દનું નથી, પરંતુ રાષ્ટ્રના દૃષ્ટિકોણનું પ્રતિબિંબ છે, જે દિવ્યાંગો પ્રત્યે સમાજની સમજણને વધુ સંવેદનશીલ બનાવે છે.

વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ, કેન્દ્ર સરકારે ૨૦૧૬માં 'દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-૨૦૧૬' પસાર કરીને દિવ્યાંગોના અધિકારોને કાયદાકીય સુરક્ષા પૂરી પાડી છે. આ કાયદા દ્વારા દિવ્યાંગોને માત્ર અધિકારો જ નહીં, પરંતુ સમાનતા અને સુરક્ષાનું કવચ પણ મળ્યું છે, જે તેમના જીવનધોરણને સુધારવામાં મદદરૂપ થાય છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં, રાજ્ય સરકારે ૪ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ કુલ રૂ. ૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવી છે.

રાજ્ય સરકારે દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં વિનામૂલ્યે મુસાફરી, શિષ્યવૃત્તિ, લગ્ન સહાય, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, સાધન સહાય અને મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૬૫૦ કરોડથી વધુની સહાય પૂરી પાડવામાં આવી છે.

આ કલ્યાણકારી યોજનાઓના લાભથી દિવ્યાંગો વધુ સશક્ત બન્યા છે. સરકારનો દિવ્યાંગો આત્મસન્માનથી જીવે તેવો અભિગમ આ યોજનાઓ દ્વારા સાર્થક થઈ રહ્યો છે, જે તેમને સમાજમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકાર દિવ્યાંગોના સામાજિક અને આર્થિક વિકાસ માટે અનેક પગલાં લઈ રહી છે. દિવ્યાંગજનો માટે વિશેષ ઓળખ અને સુવિધા માટે 'આઈ.ડી. કાર્ડ' આપવામાં આવ્યું છે, જે હવે જીવનભર માન્ય રહેશે.

આ આઈ.ડી. કાર્ડ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ એસ.ટી. બસમાં મફત મુસાફરી કરી શકે છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની યોજનામાં બી.પી.એલ. કાર્ડની ફરજિયાત જોગવાઈ દૂર થતાં હવે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ ટુ-વ્હીલર મેળવી શકશે.

પાર્કિન્સન, હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ જેવી દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓના સહાયકને પણ એસ.ટી. બસમાં ૧૦૦% વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે. ઉપરાંત, ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા (મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ) દિવ્યાંગજનોને માસિક રૂ. ૧૦૦૦ની સહાય આપવામાં આવે છે.

મોટોરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરની નવી યોજના પણ અમલી બનાવાઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ રાજ્ય બહારના અંતિમ સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરીની સુવિધા પુરી પાડવામાં આવે છે, અને આ પાસ પણ હવે જીવનભર માન્ય રહેશે.

રાજ્ય સરકારે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે, જેનાથી દિવ્યાંગોને વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવાની હાડમારીમાંથી મુક્તિ મળી છે. એસ.ટી. બસમાં મુસાફરી માટે મળતો પાસ પણ હવે દિવ્યાંગતા પ્રમાણપત્રના આધારે જીવનભર માન્ય રહેશે.

સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમના પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલવાના ઉમદા હેતુથી દર વર્ષે તારીખ ૩ ડિસેમ્બરને 'આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X