For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંમતનગરઃ 14 માસની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની જેલની સજા

હિંમતનગરઃ 14 માસની બાળકી પર રેપ આચરનાર નરાધમને 20 વર્ષની જેલ

|
Google Oneindia Gujarati News

હિંમતનગરઃ ગુજરાતમાં પરપ્રાંતિયો પરના હુમલા અને ધમકીઓ વાળી ઘટના તો તમને યાદ જ હશે, 14 માસની બાળકી પરના બળાત્કાર બાદ ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. હવે આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. બિહારમાં રહેતા હિંમતનગર દુષ્કર્મના આ આરોપીને કોર્ટે 20 વર્ષની જેલની સજા ફટકારી છે.

rape case

બિહારના રવીન્દ્ર સોલિયા સાહા અનુપમ સિરામિકમાં મજૂરી કરતો હતો. તેણે ઘુંઘરમાં 14 માસની બાળકીને તેના દાદાની ચાની દુકાનેથી ઉઠાવી લીધી હતી. આરોપ છે કે રવીન્દ્રએ બાળકી સાથે રેપ કર્યો અને બાદમાં તેને ખાલી મેદાનમાં દાંટી દીધી હતી. બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકોએ તેને કેમક કરીને બહાર કાઢી અને હોસ્પિટલે ઈલાજ માટે ખસેડી હતી.

ઘટના બાદ પોલીસે રવિન્દ્રની ધરપકડ કરી લીધી પરંતુ ગુજરાતનો માહોલ ખરાબ થઈ ગયો. ગુજરાતમાં સાબરકાંઠા, અમદાવાદ, પાટણ, ગાંધીનગર અને વડોદરા સહિત કેટલાય જિલ્લામાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર હુમલા થવા લાગ્યા. જે ઘટના બાદ ગુજરાતમાંથી પરપરાંતિયો પલાયન કરવા લાગ્યા હતા. આ મુદ્દો રાષ્ટ્રીય સ્તર સુધી ઉઠ્યો હતો. યૂપી-બિહારના કેટલાય મોટા નેતાઓએ ગુજરાતના મુખ્યમંત્રીને આ હુમલાને રોકવા અપીલ પણ કી હતી. કેટલીય જગ્યાએ અલ્પેશની ઠાકોર સેનાએ પણ પ્રદર્શન કર્યાં હતાં.

જણાવી દઈએ કે 12 ઓક્ટોબરે ગુજરાત હાઈકોર્ટે આ મામલામાં આદેશ આપ્યો કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરી જલદી જ ફેસલો સંભળાવવામાં આવે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે 100 પાનાની ચાર્જશીટ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિત પક્ષના વકીલે રવીન્દ્રના મૃત્યુની સજા સંભળાવવાની માંગણી કરી હતી.

આ પણ વાંચો- ગુજરાત: મસાજની આડમાં યુવક-યુવતીઓ પાસે કરાવતું અનૈતિક કામ

English summary
Gujarat: fast track court sentenced 20 year jail to rapist of 14 month girl.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X