For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિકલ સેલ એનિમિયા સોસાયટીની રચનામાં ગુજરાત પ્રથમ

|
Google Oneindia Gujarati News

sickle-cell-anemia-formation
ગાંધીનગર, 21 જૂન : ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી જ્ઞાતિઓમાં જોવા મળતા વારસાગત રોગ એવા સિકલ સેલ એનિમિયાના દર્દીઓનું આયુષ્ય નિરામય અને નિરોગી રહે એવી શુભભાવના સાથે ગુજરાતમાં સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમના સફળ આયોજન માટે ગુજરાત સિકલ સેલ સોસાયટીની રચના કરવામાં આવી છે. આ સેલ અંતર્ગત 19 જૂને વિશ્વ સિકલ સેલ એનિમિયા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ માટે ગુજરાત સિકલ સેલ સોસાયટીની રચના કરીને આ અંગેની વ્યાપક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 ટકા આદિવાસીઓમાં સિકલ સેલનું પ્રમાણ જોવા મળે છે. જેમાં 13.5 ટકા સિકલ સેલ ટ્રેઇટ અને 1.5 ટકા સિકલ સેલ ડીસીઝવાળી વ્યક્તિઓ હોય છે.

રાજ્યભરમાં ઉજવણીની સાથે સમાજનાં પ્રત્યેક નાગરીક દ્વારા સિકલ સેલ એનિમિયાને રોકવા માટે અભિગમ બદલવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. સમગ્ર ભારતમાં સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ, આરોગ્ય સેવાઓ સાથે સંકલિત કરવામાં ગુજરાત રાજ્ય પ્રથમ છે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં સિકલ સેલ નિદાન, સારવાર અને સંપરામર્શ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજ્યના તમામ આદિજાતિ જિલ્લાઓનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, તથા જનરલ હોસ્પિટલોમાં આ અંગેની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક કેન્દ્રો પર નિયમિત રીતે સિકલ સેલની તપાસ, સગર્ભા મહિલાઓની તપાસ, સારવાર અને સંપરામર્શ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાઇ છે.

આ સાથે રાજ્યમાં ખાસ સિકલ સેલ સ્ક્રિનીંગ કાર્યક્રમ હેઠળ ગુજરાતના તમામ આદિજાતિના લોકોનું વર્ષ 2015 સુધીમાં પરિક્ષણ કરવાનું પણ આયોજન ધડી કાઢવામાં આવ્યું છે. રાજ્યના તમામ આદિજાતિના લોકોનું મફત સિકલ સેલ પરીક્ષણ, પ્રી-નેટલ ડાયગ્નોસીસ દ્વારા ગર્ભસ્થ બાળકની સિકલ સેલ તપાસ તથા સિકલ સેલ ધરાવનાર માતાના ખોળે જન્મનાર નવજાત શીશુનું ન્યૂ બોર્ન સિકલ સેલ પરીક્ષણ, તથા સિકલ સેલ ધરાવનાર દર્દીને મફત રસીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં ગુજરાત સરકારના સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સિકલ સેલ એનિમિયાનું નિદાન અને સારવાર આદિવાસી વિસ્તારોમાં તેમના ધરઆંગણે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલોમાં થાય છે, અને આ કાર્યક્રમના ફળ આદિવાસી વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચ્યા એ જ આ પ્રોગ્રામની સફળતા છે. સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમને વર્ષ 2011માં ભારતના વડાપ્રધાનનો પ્રાઇમ મીનીસ્ટર્સ ઍવોર્ડ 2011 મળ્યો છે.

સિકલ સેલ એનિમિયાની સમસ્યા જે ધણા વર્ષોથી ભારતભરના આદિવાસીઓમાં હતી, અને વર્ષોથી જેની અવગણના થતી હતી, તે રોગની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત ફેબ્રુઆરી 2006થી કરવામાં આવી. ભારત દેશમાં ગુજરાત જ એવુ પ્રથમ રાજ્ય છે, જેણે સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમનો નવતર અભિગમરૂપે આરોગ્ય સેવાની પ્રાથમિક સેવામાં સંલગ્ન કરીને, અમલમાં મુકવાની પહેલ કરી છે.

English summary
Gujarat first in formation Sickle Cell Anemia Society.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X