Photos : પ્રથમ ચરણના મતદાનમાં આ નેતાઓ કર્યું મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં ભાજપ અને કોંગ્રેસના અનેક જાણીતા નેતાઓએ પોલિંગ બૂથ પર હાજરી આપી વોટિંગ કર્યું . જુઓ તેમની આ તસવીરો અહીં
શનિવારે, ગુજરાતમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન યોજવામાં આવ્યું છે. પહેલા તબક્કાના આ મતદાનમાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. જેમાં કુલ 977 ઉમેદવારો ચૂંટણીનું ભાવિ નક્કી થશે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક કદાવર નેતાઓ પણ મતદાન કર્યું હતું. અને સાથે જ ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત થવાની છે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે જ અનેક મહત્વની બેઠકો પરથી જાણીતા નેતાઓ મતદાન કરવા માટે પરિવાર સમેત પહોંચી ગયા હતા. અને મતદાન કરવાની તેમની આ ફરજ ચૂકવી હતી. ત્યારે જુઓ આ તસવીરો.

વિજય રૂપાણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં વહેલી સવારે મતદાન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે તેમના બૂથ પર મતદાન માટે પહોંચ્યા હતા. અહીં રૂપાણીએ ગુજરાતના લોકોને મોટી સંખ્યામાં હાજરી આપી મતદાન કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની રાજકોટ પશ્ચિમની બેઠક પરથી મોટા મતો સાથે જીત થશે.

જીતુ વાઘાણી
ભાવનગર પશ્ચિમ ખાતેથી ચૂંટણી માટે ઉભા રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ ભાવનગર ખાતે મતદાન કર્યું હતું. આ પ્રસંગે મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે ભાજપને આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150 થી વધુ બેઠકો પર જીત મળશે. અને ભાજપની જીત માટે તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અર્જૂન મોઢવાડિયા અને એહમદ પટેલ
પોરબંદર બેઠક પરથી ઉભા રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ પરિવાર સાથે આવીને પોરબંદર ખાતેથી મતદાન કર્યું હતું. વધુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ પણ ભરૂચના અંકલેશ્વર ખાતેથી મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસને 110 થી પણ વધુ બેઠકો ગુજરાતમાં મળશે. અને ગુજરાતમાં કોંગ્રેસની ભવ્ય જીત થશે.

નરેશ પટેલ
તો બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તેવા નરેશ પટેલ પણ સહપરિવાર આવીને મતદાન કર્યું હતું. નોંધનીય છે કે ખોડલધામ ટ્રસ્ટ્રે વિજય રૂપાણીને રાજકોટમાં સમર્થન જાહેર કર્યું છે. તો બીજી તરફ તેમના પુત્ર શિવરાજ પટેલે પ્રેસવાર્તા કરીને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે. જેના કારણે ચૂંટણીમાં છેલ્લા સમયે પણ રાજકારણ ગરમાયું હતું.

મહેન્દ્ર મશરૂ
આ સિવાય ગુજરાત વિધાનસભાના આ ચૂંટણી સંગ્રામમાં જૂનાગઢના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યુ. તો બીજી તરફ અમરેલી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીએ અને મહુવાથી અપક્ષ ઉભેલા કનુ કલસરિયાએ મતદાન કર્યું હતું. સાથે જ જાણીતા ક્રિકેટર ચેતેશ્વ પૂજારાએ પણ રાજકોટથી મતદાન કર્યું હતું.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
