For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જપ્ત કરાયેલી બોટ લેવા ગયેલું ગુજરાતી માછીમારોનું જૂથ પાકિસ્તાનથી પરત

|
Google Oneindia Gujarati News

વડોદરા, 22 જુલાઇ : ગુજરાતની જખૌ જળસીમાએ વખતોવખત ભારતીય માછીમારોને બોટ સાથે પાકિસ્‍તાન મરીન અપહરણ કરીને થોડા સમય બાદ માછીમારોને છોડી મૂકે છે. પરંતુ આ સમયે માછીમારોની કિંમતી બોટ પરત આપતી નથી. આ પ્રશ્ને પોરબંદર માંગરોળ અને વેરાવળના માછીમાર આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ પાકિસ્‍તાનની મુલાકાતે જઇને પાકિસ્‍તાન સરકાર સાથે ચર્ચા કરી હતી. પાકિસ્‍તાન સરકારના પ્રતિનિધિઓએ બોટ છોડવા હકારાત્‍મક પ્રતિભાવ આપ્યો હતો. પાકિસ્તાને જણાવ્યું હતું કે આ અંગે વિધીવત રીતે ભારત સરકારને જાણ કરાશે .

નોંધનીય છે કે છેલ્લા 12 વર્ષમાં પાકિસ્‍તાને ભારતીય માછીમારોની કુલ 800 ફિશીંગ બોટ પકડીને પોતાના કબ્જામાં રાખી મૂકી છે. આવી બોટો કાંઠા ઉપરજ હોવાથી મોટા ભાગની બોટો સારવારના અભાવે સમય જતા ભાંગી ગઇ છે. પાકિસ્તાને કેટલીક બોટની હરાજી પણ કરી દીધી છે.

gujarat-fishermen-association

ગુજરાતના માછીમારોનું પ્રતિનિધિમંડળ તારીખ 19 અને 20 જુલાઇના રોજ પાકિસ્તાનની મુલાકાતે હતું. માછીમાર આગેવાનોના પ્રતિનિધિ મંડળમાં અરવિંદભાઇ પાંજરી ખીમજીભાઇ મોતીવરસ, વેલજીભાઇ મસાણી, પોલીસ અધિકારી શ્રી જેબલીયા વગેરે સામેલ હતા.

માછીમારોના પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન પાકિસ્‍તાનમાં રહેલ કુલ 57 બોટ ઉપયોગમાં લઇ શકાય તેવી હોવાનું ધ્‍યાનમાં આવ્યું છે. તેમાંથી 4 બોટને ભારે સમારકામ અને બાકીની 53 બોટને થોડા સમારકામની જરૂર છે. પ્રતિનિધિ મંડળની બોટ છોડવાની રજૂઆતને સફળતા બાદ 800માંથી આટલી જ બોટ પરત અપાય તેવી શકયતા છે.

English summary
Gujarat fishermen delegation visits Pakistan to assess repairs for seized boats.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X