અમદાવાદ, રાજકોટ, ભાવનગરમાં આરોગ્ય વિભાગના દરોડા

Subscribe to Oneindia News

રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ હાથધરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાણીપીણી દુકાનો, ફ્રુટ માર્કેટ, હોટલ સહીત પાનની દુકાનો પર ચેકિંગ હાથધરી અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે. ગરમી વધતાની સાથે ખાણીપીણીની વસ્તુઓ બગડી જાય તેવી શક્યતા વધી જાય છે. વેપારીઓ દ્વારા અખાદ્ય વસ્તુ પૈસાની લાલચમાં ગ્રાહકોને વેંચતા હોય છે.

food

અમદાવાદ શહેરના અલગ - અલગ વિસ્તારમાં અમદાવાદ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે ફ્રુટ માર્કેટ અને પાનની દુકાનોમાં ચેંકીગ હાથધર્યું હતું. પાનમાં વપરાતી અખાદ્ય વસ્તુ સહીત કાર્બાઈડ પકવેલા ફ્રુટનો નાશ કર્યો હતો. રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત છેલ્લા ૧૫ દિવસથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે પ્રખ્યાત પાનની દુકાનો સહીત ૧૪ દુકાનો પર દરોડા પાડ્યા. આરોગ્ય ટીમે અખાદ્ય ૧૨ કિલો પાનનો મસાલો, ૯ કિલો ચેરી, ૧૫ કિલો ખોપરાની છીણ, ૮ કિલો ગુલકંદ, ૩૨ કિલો જેટલો ડ્રાયફ્રુટ, ૫૦થી વધુ લીટરની ઠંડા પીણા સહીત ૩૫૫ ફ્રીઝ કોલ્ડ પાનનો નાશ કર્યો હતો. કેટલીક દુકાનો માંથી નમુના પણ લીધા હતા.

ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં આવેલ ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પડ્યા હતા કાર્બાઈડ પકવતા ફ્રુટનો મોટી સંખ્યામાં નાશ કર્યો હતો. JMCની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત બે દિવસથી જામનગર શહેરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજે આરોગ્ય વિભાગની ટીમે પંચેશ્વર ટાવર અને પટેલ કોલોની વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આરોગ્યની ટીમ દ્વારા ૫૦ કિલોથી વધુનો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.

English summary
Gujarat Food department raids at ahmedabad, rajkot, jamnagar and Bhavnagar. Destroy unhealthy foods.
Please Wait while comments are loading...