For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 10માંથી 8 વયસ્કોએ લઈ લીધો છે વેક્સીનનો સંપૂર્ણ ડોઝ

કોવિડ રસીકરણના બીજા ડોઝમાં 4 કરોડનો આંકડો વટાવીને ગુજરાતે એક લેન્ડમાર્ક સ્થાપિત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોવિડ રસીકરણના બીજા ડોઝમાં 4 કરોડનો આંકડો વટાવીને ગુજરાતે એક લેન્ડમાર્ક સ્થાપિત કર્યો છે. રાજ્યમાં રસીકરણ માટે 4.93 કરોડ યોગ્ય વયસ્કો છે જેમાં 10 પુખ્ત ગુજરાતીઓમાંથી 8 લોકો સંપૂર્ણપણે વેક્સીનેટેડ છે. તમને જણાવી દઈએ કે રસીકરણ માટે 1 કરોડથી વધુ પાત્ર વસ્તીવાળા રાજ્યોમાંથી ભારતમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર પછી ગુજરાત ત્રીજા ક્રમે આવે છે.

vaccine

જો કે, રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ રસીકરણનો ટાર્ગેટ હજુ સુધી પૂરો કરવામાં આવ્યો નથી. 19 ઓગસ્ટના રોજ ગુજરાતે 1 કરોડ લોકોને રસી મૂકી હતી ત્યારબાદ લગભગ 4 મહિનાના સમયાં રાજ્યમાં 1.4 કરોડ લોકોને પહેલો ડોઝ અને 3 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

રાજ્ય આરોગ્ય વિભાગના આંકડા મુજબ 16 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં 28.5 લાખ લોકોએ હજુ સુધી પહેલો ડોઝ લીધો નથી. વિશ્લેષણ મુજબ શહેરી વિસ્તારોમાં- મોટાભાગના મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં - 95 ટકાથી વધુ પાલન થયુ છે જેમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં સંખ્યા ઘટી છે. અમદાવાદમાં પહેલા ડોઝનુ 99 ટકા કવરેજ થયુ છે.

આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યુ કે સામાજિક અને ધાર્મિક નેતાઓ ઘણા વિસ્તારોમાં અપીલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે. પહેલા ડોઝ માટે રાજ્યામાં 94 ટકા કવરેજ સારુ છે પરંતુ તેમછતાં જ્યાં આંકડો ઓછો છે તેના કારણો જાણવા માટેની પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે જેમને બીજો ડોઝ બાકી છે તેમને આરોગ્ય કાર્યકરો દ્વારા બોલાવવામાં પણ આવી રહ્યા છે.

English summary
Gujarat: For the secong dose,8 out of 10 adult fully vaccinated in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X