For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: ઝેરીલા સાપોએ બેરોજગારીથી લખપતિ બનવાનો રસ્તો બતાવ્યો

ગુજરાતમાં કોબ્રા અને વાઈપર જેવા ઝેરીલા સાપોની તસ્કરી કરીને લાખો રૂપિયામાં વેંચતા યુવકોની ટોળકી પોલીસના હાથે લાગી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કોબ્રા અને વાઈપર જેવા ઝેરીલા સાપોની તસ્કરી કરીને લાખો રૂપિયામાં વેંચતા યુવકોની ટોળકી પોલીસના હાથે લાગી છે. આ યુવકોની સંખ્યા ચાર છે. બધા ગ્રેજ્યુએટ છે અને પહેલીવાર પકડમાં આવ્યા છે. આ યુવકો સાપોને જંગલમાંથી પકડતા હતા અને મુંબઈમાં ઉંચી કિંમતે વેંચતા હતા. ઘણા ડ્રગ ડીલર્સ સાથે પણ તેઓ સંપર્કમાં હતા.

આ પણ વાંચો: Video: ખેડૂતનું ઘર બન્યું નાગલોક, ઘરમાંથી નીકળ્યા 111 કોબ્રા સાપ

મુંબઈના ડ્રગ ડીલર્સ સાથે સંપર્ક

મુંબઈના ડ્રગ ડીલર્સ સાથે સંપર્ક

પોલીસ અનુસાર, ચારે યુવકોની સાબરકાંઠાના રાયગઢ ફોરેસ્ટ રેન્જથી ધરપકડ કરવામાં આવી છે. આ યુવકો પાસેથી કોબ્રા, રસેલ વાઈપર જેવા ઓછામાં ઓછા 30 ઝેરીલા સાપ જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછમાં તેમને કબૂલ કર્યું કે તેઓ મુંબઈના ડ્રગ ડીલર્સ સાથે સંપર્કમાં હતા. આપને જણાવી દઈએ કે વનવિભાગને શંકા હતી કે દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને સાબરકાંઠા જેવા જંગલિયા વિસ્તારમાં સાપોની તસ્કરી કરવામાં આવી રહી છે.

એનજીઓ મદદ કરી રહ્યું હતું

એનજીઓ મદદ કરી રહ્યું હતું

પૂછપરછમાં યુવકો ઘ્વારા એક ચોંકાવનારી બાબત સામે આવી છે. તેઓ એક સંગઠન સાથે જોડાઈને કામ કરી રહ્યા હતા. પૈસાની લાલચમાં તેમને તસ્કરીનો આઈડિયા આવ્યો. જયારે હકીકતમાં તે સંગઠન સાપોની દેખરેખ માટે ચાલી રહ્યું હતું. આ સંગઠનનું કામ અલગ અલગ શહેરમાં મળી આવતા સાપોને જંગલમાં છોડવાનું હતું. પરંતુ તેમને આ ધંધો ચાલુ કરી દીધો.

ભણેલા છે પરંતુ નોકરી નથી મળી રહી

ભણેલા છે પરંતુ નોકરી નથી મળી રહી

યુવકોએ પોતાનું નામ પરેશ પુરોહિત, સંદીપ મિસ્ત્રી, કિશન મિસ્ત્રી, અને દિવ્યા સોનાર ગણાવ્યું. તેમનું કહેવું છે કે સ્નાતક થયા પછી પણ તેમને રોજગાર નહીં મળ્યો, એટલા માટે તેમનું આવું કામ કરવું જ યોગ્ય માન્યું. તેમને પહેલાથી જ સાપ પકડવાનો શોખ હતો પરંતુ પછી તેઓ તસ્કરી કરવામાં લાગ્યા. ચારે યુવકોને 30 સાપ પકડવા માટે 12 લાખ રૂપિયા પણ મળી ચુક્યા હતા.

English summary
gujarat: four smugglers arrested with thirty snakes like cobra and viper
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X