ગરબા આયોજકને વરસાદે કેટલા રૂપિયાનો ફટકો લગાવ્યો, જાણો

Posted By:
Subscribe to Oneindia News

દર વર્ષે નવરાત્રી સમયે ગુજરાતમાં વેપારીઓ અને મોટા આયોજકો નવરાત્રીને ધ્યાનમાં રાખી મોટા ખર્ચા કરે છે. અને નવરાત્રી તેમને ભારે કમાણી પણ કરાવી આપે છે. પણ આ વખતે વરસાદે નવરાત્રીના આયોજકોને લોહીના આંસુ રડાવ્યા છે. નામ જાહેર ના કરવાની શર્તે કેટલાક આયોજકો જણાવ્યું છે કે વરસાદે તેમના કરોડો રૂપિયા પાણીમાં ડૂબાડ્યા છે. અને અનેક વેપારીઓનું મોટા પાયે નુક્શાન થયું છે.

વરસાદે મારી નવરાત્રીની મઝા, લોકો કાઢ્યો ટ્વિટર પર રોષ

કેટલાક વેપારીઓએ તો ત્યાં સુધી કહ્યું કે વોટરપ્રૂફ ટેન્ટના એક્ટ્રા ખર્ચા પછી પણ લોકોની પાંખી હાજરીએ તેમને મોટું નુક્શાન કરાવ્યું છે. ત્યારે ગુજરાતભરમાં જાણીતા વિવિધ ગ્રાઉન્ડની શું સ્થિતિ છે અને વરસાદે કેવી રીતનું નુક્શાન કરાવ્યું છે તેની તસવીરો જુઓ અહીં. સાથે ગુજરાત સરકારના કેટલાક વિશેષ કાર્યક્રમો પર પણ વરસાદે કેવી ખોટ કરાવી છે તે અંગે વિસ્તૃત અહેવાલ વાંચો....

તમામ મોટા શહેરોમાં નુક્શાન

તમામ મોટા શહેરોમાં નુક્શાન

અમદાવાદ, સુરત, વડોદરા જેવા ગુજરાતના મોટા શહેરોમાં જ્યાં મોટા પાયે નવરાત્રી કાર્યક્રમોનું આયોજન થાય છે ત્યાં વરસાદના કારણે અનેક ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા છે. અને શેરી આયોજકોથી લઇને મોટા આયોજકોની મુશ્કેલી વધી છે.

જીએમડીસી ગ્રાઉન્ડ રેલમછેલ

જીએમડીસી ગ્રાઉન્ડ રેલમછેલ

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરેલા ભવ્ય નવરાત્રિ આયોજન ઉપર પણ વરસાદે પાણી ફેરવી દીધું હતુ. ત્રીજા નોરતે પડેલા વરસાદે સમગ્ર ગ્રાઉન્ડમાં પાણીથી ભરાઈ ગયું હતું.

મુખ્યમંત્રી કર્યું હતું આયોજન

મુખ્યમંત્રી કર્યું હતું આયોજન

નોંધનીય છે કે આ ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું ઉદ્ધાટન ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું પણ વરસાદના કારણે નવરાત્રી કાર્યક્રમ રવિવારે સ્થગિત કરવામાં આવ્યો હતો.

વડોદરાના સ્વિચ એક્સપો

વડોદરાના સ્વિચ એક્સપો

એટલું જ નહીં આજથી વડોદરા ખાતે 10 તારીખ સુધી મોટા પાયે સ્વિચ એક્સપો યોજાવાનો હતો. જોકે વડોદરામાં પડેલા ભારે વરસાદને પગલે સ્વિચ એક્સપોના સ્થળે પાણી ભરાઈ ગયા છે અને ભારે નુકસાન પણ થયું છે.

80 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું પાણી

80 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું પાણી

વડોદરામાં 77 હજાર ચોરસ મીટરમાં આખું એક્ઝિબિશન ઊભું કરેલું છે. હાલમાં વિવિધ 15 ડોમ અને 125 કોન્ફરન્સ રૂમને તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં હવે પાણી ભરાઇ ગયા છે.

આયોજકોની ચિંતા વધી

આયોજકોની ચિંતા વધી

ત્યારે આજે છઠ્ઠા નોરતે પણ વરસાદી વાદળા આકાશમાંથી ન ખસતા, આયોજકોની ચિંતા બમણી થઇ ગઇ છે. કારણ કે હવે છેલ્લા ત્રણ દિવસ પણ વરસાદ પડશે તો આયોજકોની મોટી કમાણી પાણીમાં જતી રહેશે તે વાત તો પાક્કી છે.

પ્રવાસન પર પણ અસર

પ્રવાસન પર પણ અસર

નોંધનીય છે કે ગુજરાતમાં અનેક લોકો નવરાત્રી સમયે ખાસ ગરબા રમવા વિશ્વભરથી આવે છે. એટલું જ નહીં વિદેશમાં રહેતા અનેક ગુજરાતીઓ ખાસ નવરાત્રી કરવા ગુજરાતની મુલાકાત લે છે. ત્યારે આ વખતે ગુજરાતીઓ સમેત એનઆરઆઇ અને વિદેશથી આવેલા પ્રવાસીઓને પણ ગરબાની મજા માણવા ન મળતા ભારે હતાશા થઇ છે.

English summary
Because of heavy rain in gujarat many navratri organizer facing millions rupees loss. Read here more.
Please Wait while comments are loading...