For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ફોટા સાથે યુવતીનો ટિકટૉક વીડિયો વાયરલ

ગુજરાતમાં એક યુવતીનો ટિકટૉક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે વીડિયોમાં એક ગીત પર ડાંસ કર્યો છે જેમાં તેની સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ફોટો પણ દેખાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં એક યુવતીનો ટિકટૉક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેણે વીડિયોમાં એક ગીત પર ડાંસ કર્યો છે જેમાં તેની સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ફોટો પણ દેખાઈ રહ્યો છે. વીડિયોમાં મંત્રીનો ફોટો અને નામ દેખાવા પર રાજકીય ગલીઓમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. લોકો એ યુવતીને શોધવામાં લાગી ગયા છે જેણે આવો ટિક ટૉક વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં તે ગીત સાથે જોરદાર ઠુમકા લગાવતી દેખાઈ રહી છે.

bavaliya

વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તે યુવતી કેવી રીતે ડાંસ કરી રહી છે. કુંવરજી બાવળિયા એ જ નેતા છે જે પહેલા કોંગ્રેસમાં હતા. ઘણા વર્ષો કોંગ્રેસમાં રહ્યા બાદ તેમણે ભાજપ જોઈન કરી લીધુ. ભાજપે તેમને કેબિનેટમાં મંત્રીનો કાર્યભાર સોંપી દીધો. ત્યારબાદ તે દક્ષિણ ગુજરાતથી ગાંધીનગર આવી ગયા. આ યુવતીનો વીડિયો જોઈ ઘણા લોકો કહી રહ્યા છે કે યુવતીએ બાવળિયા માટે જ આવો વીડિયો બનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાંથી ઘણા ટિકટૉક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. થોડા સમય પહેલા અલગ અલગ પોલિસકર્મીઓના વીડિયો વાયરલ થયા હતા. મહિલા કૉન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો પોલિસ સ્ટેશનમાં રેકોર્ડ કરવામાં આવેલ વીડિયો પણ મહિના સુધી ચર્ચામાં રહ્યો હતો. જેના લીધો અર્પિતાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જો કે સસ્પેન્ડ થયા બાદ લોકો તેને એક સેલિબ્રિટી તરીકે અલગ અલગ ફંક્શનોમાં બોલાવવા લાગ્યા. તે સુરક્ષા ગાર્ડ સાથે લઈને ફરતી હતી.

આ પણ વાંચોઃ સની લિયોનનો દુબઈનો સ્વીમસૂટ ફોટો વાયરલ, જુઓ હૉટ અને સેક્સી Pics

English summary
gujarat girl dance video viral on 'mere re karam me bavaliya likha tha' lyrics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X