ગુજરાતી બાળકીની સોનિયાને અરજ, પિતાનો મૃતદેહ પાકિસ્તાનથી પરત મંગાવો

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, 12 વર્ષીય ગુજરાતી બાળકીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે એવી અરજ કરી છે કે, ગયા વર્ષના ડિસેમ્બર માસની 19મી તારીખે પાકિસ્તાનની જેલમાં મૃત્યું પામનારા તેના પિતાનો મૃતદેહ પરત મંગાવી આપે. ભાવિકા શિયાલ નામની બાળકીના પિતા ભિખા લાખા વ્યવસાયે માછીમાર હતા, જેમનું મોત કરાચીની જેલમાં 19 ડિસેમ્બરે થયું હતું. જેની જાણ ભિખા લાખાની પરિવારને 4 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

ગુજરાતી બાળકીની સોનિયાને અરજ, પિતાનો મૃતદેહ પાકથી લાવી આપો

ગુજરાતી બાળકીની સોનિયાને અરજ, પિતાનો મૃતદેહ પાકથી લાવી આપો

12 વર્ષીય ગુજરાતી બાળકીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે એવી અરજ કરી છે કે, ગયા વર્ષના ડિસેમ્બર માસની 19મી તારીખે પાકિસ્તાનની જેલમાં મૃત્યું પામનારા તેના પિતાનો મૃતદેહ પરત મંગાવી આપે. ભાવિકા શિયાલ નામની બાળકીના પિતા ભિખા લાખા વ્યવસાયે માછીમાર હતા, જેમનું મોત કરાચીની જેલમાં 19 ડિસેમ્બરે થયું હતું. જેની જાણ ભિખા લાખાની પરિવારને 4 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.

નારાયણ સાંઈ કેસઃ જમનાના વધુ રિમાન્ડની કરાઇ માંગણી

નારાયણ સાંઈ કેસઃ જમનાના વધુ રિમાન્ડની કરાઇ માંગણી

નારાયણ સાંઈ પર સુરતની પીડિતા દ્વારા લગાવવામાં આવેલા બળાતકારના આરોપમાં સાથી આરોપી જમનાએ છ દિવસ પૂર્વે આત્મસમર્પણ કર્યું હતું. એ સમયે પોલીસ દ્વારા છ દિવસના રિમાન્ડ માંગવામા આવ્યા હતા. જે પૂર્ણ થતાં પોલીસ દ્વારા જમનાના વધુ આઠ દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.

સુરતમાં આડ સંબંધના વહેમમાં યુવકની હત્યા

સુરતમાં આડ સંબંધના વહેમમાં યુવકની હત્યા

સુરતમાં પુણા નહેર પાસે એક 27 વર્ષીય યુવક કેતન ભૂરૈયાનો મૃતદેહ મળ્યો છે. જેમાં પોલીસ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતકના ભાઇએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર આડા સંબંધના વહેમમાં ઓડિશાવાસી દંપતિએ રામપુરાના આ યુવકની હત્યા કરી હોવાનું જણાવાયું છે. પોલીસે દંપતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદઃ પ્રેમી યુગલની મોતની છલાંગ

અમદાવાદઃ પ્રેમી યુગલની મોતની છલાંગ

અમદાવાદમાં એક પ્રેમી યુગલની લાશ ગાંધી બ્રિજ પાસે નદીમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢતા ગાંધી બ્રિજ પાસે લોકો એકઠાં થઇ ગયા હતા. મૃતકોની ઓળખ પ્રવીણ વાખેલા અને કોમલ દાતણિયા તરીકે કરવામાં આવી છે. આ અંગે નવરંગપુરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે.

English summary
The 12-year-old daughter of a fisherman, who died in a Pakistani prison last month, has sought Congress president Sonia Gandhi's intervention to get her father's body back.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.