For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ શિક્ષકો માટે ખુશખબર, આ વખતે દિવાળી વેકેશન 21 દિવસ, ત્યારબાદ ખુલશે સ્કૂલ

હવે શિક્ષકો માટે એક ખુશખબર આવ્યા છે કે ગુજરાતમાં આ વખતે 21 દિવસનુ દિવાળી વેકેશન થશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના મહામારીના કારણે સ્કૂલ બંધ હોવાથી આ વર્ષે શિક્ષકો મહિનાઓથી ઘરે છે. સ્કૂલ ગયા વિના જ તેમને સરકાર પાસેથી પગાર મળી રહ્યો છે. ઘણા જગ્યાએ ઑનલાઈન અભ્યાસ કરાવવાની વ્યવસ્થા થયા બાદ ભણાવવાનુ શરૂ કર્યુ. હવે શિક્ષકો માટે એક ખુશખબર આવ્યા છે કે ગુજરાતમાં આ વખતે 21 દિવસનુ દિવાળી વેકેશન થશે. વળી, રાજ્યની સ્કૂલો પણ દિવાળી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખનો નિર્ણય પણ ત્યારબાદ લેવામાં આવશે.

સરકાર દિવાળી બાદ સ્કૂલ ખોલવાના મૂડમાં

સરકાર દિવાળી બાદ સ્કૂલ ખોલવાના મૂડમાં

શિક્ષણ વિભાગમાં ચાલી રહેલ ચર્ચાઓ પર નજર કરીએ તો ગુજરાત સરકાર દિવાળી બાદ સ્કૂલ ખોલવાના મૂડમાં છે. સરકાર સ્કૂલ ખોલવા માટે જિલ્લાવાર એસઓપી ઘોષિત કરશે. સરકારના નિર્દેશો બાદથી જ સ્કૂલોના ક્લાસ રૂમમાં છાત્રોને બેસાડવા, સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન અને એક દિવસમાં કેટલા છાત્રોને બોલાવવા તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી

વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી

ઑડ-ઈવન અનુસાર પણ સ્કૂલો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે આપવામાં આવેલ વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રહેશે. આ પહેલા રાજ્યની બધી સ્કૂલ દિવાળી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી ચૂક્યો હતો. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યુ કે ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખોલવામાં આવશે નહિ. ત્યારબાદ આગળ કોરોનાની સ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે.

સિલેબસ ઘટાડવા પર પણ વિચાર

સિલેબસ ઘટાડવા પર પણ વિચાર

સરકારના વલણને જોઈને એવુ લાગે છે કે દિવાળી બાદ સ્કૂલ ખુલે તો પણ એક સત્રમાં બે સત્રનો અભ્યાસ નહિ થઈ શકે. આ વાતને ધ્યાનમાં રાખીને સિલેબસ ઘટાડવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ગયા મહિને ચુડાસમાએ કહ્યુ હતુ કે સ્કૂલ દિવાળી સુધી બંધ રાખવી કે નહિ તેના પર રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ કેન્દ્ર સરકારના નિર્દેશને ફૉલો કરીશુ. જો કે છેલ્લા ઘણા મહિનાઓમાં કોરોનાથી સ્થિતિ બેકાબુ થતી ગઈ અને સ્કૂલો-કોલેજોનુ વેકેશન લંબાતા લંબાતા દિવાળી સુધી પહોંચી ગયુ છે.

સી-પ્લેન બાદ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની પણ લઈ શકશો મઝાસી-પ્લેન બાદ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની પણ લઈ શકશો મઝા

English summary
Gujarat: Good News for teachers, Diwali Vacation will be of 21 Days this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X