For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગીરમાં લાયન શો ગુનામાં 74 લોકોની ધરપકડ, 212 સિંહ મર્યા

ગુજરાતમાં વિધાનસભાના સત્ર દરમિયાન એક સવાલના જવાબમાં વન મંત્રીએ કહ્યું કે પાછલા બે વર્ષમાં ગીરના જંગલમાં લાયન શો કરવાના ગુનામાં 74 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિધાનસભાના સત્ર દરમિયાન એક સવાલના જવાબમાં વન મંત્રીએ કહ્યું કે પાછલા બે વર્ષમાં ગીરના જંગલમાં લાયન શો કરવાના ગુનામાં 74 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ગેરકાયદે સિંહ દર્શન કરાવતા હતા. વન મંત્રીએ ખુલાસો કર્યો કે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ 212 સિંહના મોત થયા છે.

સાસણગીરના સિંહ સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ફેલાયા

સાસણગીરના સિંહ સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ફેલાયા

ઉલ્લેખનીય છે કે અમરેલીના સાવરકુંડલાના કોંગ્રેસના સાંસદ પ્રતાપ દૂધાતે સિંહ અંગે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં વન મંત્રીએ કહ્યું કે સાસણગીરના સિંહ હવે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ફેલાયા છે. સરકાર તરફથી વન વિભાગના કર્મચારી પ્રવાસીઓને સિંહ દર્શન કરાવે છે. એવી જ રીતે કેટલાક લોકો ગીરમાં સિંહ દર્શન કરાવે છે, પરંતુ તેમની રીત ખોટી છે. ક્યારેક ક્યારેક સિંહને પરેશાન પણ કરવામાં આવે છે, તેની પાછળ કાર કે બાઈક દોડાવવામાં આવે છે.

જે લોકો સિંહ દર્શન કરાવે છે તે પકડાય છે.

જે લોકો સિંહ દર્શન કરાવે છે તે પકડાય છે.

ગુજરાત સરકારના આદેશ બાદ હવે આવા સિંહ દર્શનની માહિતી મળતા જ વન વિભાગના કર્મચારીઓ પહોંચીને તે અટકાવે છે. જે લોકો ગેરકાયદે સિંહ દર્શન કરે તેમની સામે પગલાં લેવામાં આવે છે.

2 વર્ષમાં વન વિભાગના કોઈ કર્મચારી નથી પકડાયા

2 વર્ષમાં વન વિભાગના કોઈ કર્મચારી નથી પકડાયા

ગેરકાયદે લાયન શોમાં ગીરના જંગલમાં કરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ ક્યારેક સામેલ હોય છે. આ આરોપના જવાબમાં વન મંત્રીએ કહ્યું કે જે લોકો ગેરકાયદે સિંહ દર્શન કરાવે છે, તેમની સાથે વન વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સામેલ નથી હોતા. ધરપકડ કરાયેલા તમામ લોકો પર વન્યજીવ સંરક્ષણ અધિનિયમની જુદી જુદી કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બે વર્ષમાં વન વિભાગના કોઈ કર્મચારી નથી પકડાયા.

લાયન સફારી કરાવતા વાહનોમાં લગાવાયું GPS

લાયન સફારી કરાવતા વાહનોમાં લગાવાયું GPS

જંગલમાં જુદા જુદા ચેક પોઈન્ટસ પર સીસીટીવી લગાવાયા છે અને ગેરકાયદે સિંહ દર્શન પર નજર રાખવા માટે સત્તાવાર લાયન સફારી માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં GPS લગાવાયું છે. જેનાથી ગીરમાં ક્યાં ગેરકાયદે સિંહ દર્શન થાય છે, તે જાણી શકાય છે.

2 વર્ષમાં 58 સિંહ, 64 સિંહણ, 90 સિંહ બાળના મોત

2 વર્ષમાં 58 સિંહ, 64 સિંહણ, 90 સિંહ બાળના મોત

પાછલા બે વર્ષમાં સિંહની મૃત્યુ સંખ્યા અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં વન મંત્રીએ કહ્યું કે પાછલા 2 વર્ષાં 58 સિંહ, 64 સિંહણ અને 90 સિંહબાળના મોત થયા છે. જેમાંથી 23 સિંહના મોત આકસ્મિક થયા છે. જ્યારે મોટા ભાગના મોત કુદરતી છે.

સરકાર સિંહની સારવાર માટે બનાવડાવી રહી છે હોસ્પિટલ

સરકાર સિંહની સારવાર માટે બનાવડાવી રહી છે હોસ્પિટલ

વન મંત્રીએ કહ્યું કે ગુજરાતના ગીરના જંગલમાં સિંહના મોત અટકાવવા માટે અને બીમારી સમયે તાત્કાલિક સારવાર મળે તે માટે વેટરનરી અધિકારી નિયુક્ત કરાયા છે. સરકાર હવે સિંહ માટે ખાસ હોસ્પિટલ પણ બનાવી રહી છે.

પશુઓ માટે વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન

પશુઓ માટે વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન

સિંહના આકસ્મિક મોત અટકાવવા માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે. ગેરકાયદે સિંહ દર્શન અટકાવવા માટે વન વિભાગે અદ્યતન સાધનો સાથે દિવસ રાત પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સિંહની સુરક્ષા માટે અન્ય પશુઓ સાથે વેક્સિનેશન કેમ્પ પણ ગોઠવાઈ રહ્યા છે. આ ઉપરાંત વન વિભાગે લાયન એમ્બ્યુલન્સનું પણ આયોજન કર્યું છે.

English summary
Gujarat government accepted that 212 lions died in last two years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X