સરકારી સહાયથી આદિવાસીઓને જમીન ખેડી આપવાનો પ્રોજેક્ટ અમલી બન્યો

આ બન્ને પ્રોજેક્ટોઓ અન્વયે સુરત જિલ્લાના માંડવી તાલુકાના રખસખડી, લીમધા, બીજદાલીયા વગેરે ગામોના 214 ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. જેથી આ ખેડૂતોને એક હેકટર દીઠ આઠ કલાકના ધોરણે જમીન ખેડી આપવામાં આવે છે. જેથી આ 214 જેટલા ખેડૂતોની વર્ષોથી પડતર અને બિનઉપજાઉ જમીનોને વિનામૂલ્યે ખેડીને સમથળ કરી આપવામાં આવનાર છે.
આ ખેડૂતોમાંથી 70થી 75 ખેડૂતોની જમીનો હાલ ખેડી આપવામાં આવી છે. જે હેઠળ માંડવી તાલુકાના રખસખડી ગામના ખેડૂતોએ પણ આ યોજનાનો લાભ લઇ પોતાની વર્ષોની વણખેડેલી જમીનને આ યોજના હેઠળ ખેડાણ થતા જમીન પણ ઉપજાઉ બનશે અને ખેડૂતો એક કરતા વધારે પાક લઈ શકશે.
આ ગામના 27 ખેડુતોને આ યોજના હેઠળ કામગીરી થઈ ચૂકી છે. ગામના ખેડૂત બાબુભાઈ ચૌધરી વાત કરતા કહે છે કે, મારી જમીન વર્ષોથી ખેડાણ થતું ન હતું. થોડી જમીન હોવાના કારણે ખર્ચ પણ વધી જતો હતો. પણ આ યોજનાથી જમીનનું ખેડાણ થવાથી હવે જમીનની ગુણવત્તા પણ વધશે જેના કારણે જુવાર, તુવેર જેવા પાકો મેળવી શકીશું.
જયારે એગ્રીકલ્ચર રીચર્સ કડોદના પ્રોજેકટ અન્વેયે જે બી.પી.એલ. લાભાર્થીઓને 50 ટકા અને એ.પી.એલ. લાભાર્થીઓને 25 ટકા સહાય દ્વારા તેઓની જમીનો ખેડી આપવામાં આવે છે. જેમાં એક કલાકના ખેડવાના રૂપિયા 600 થતા હોય તો તેમાં રૂપિયા 300ની સહાય ચૂકવવામાં આવે છે.
વન અધિકાર અધિનિયમ હેઠળ જમીનના મંજૂરી હુકમો આપ્યા બાદ તેઓને સરકારની કૃષિલક્ષી યોજના સાથે જોડીને ખેતી કરતા થાય અને પોતાની આજીવિકા વધે તેમજ જીવનધોરણ ઉચું આવે તેવા આશયથી પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. જેથી એગ્રીકલ્ચયર રીચર્સ કડોદ અને ફોરેસ્ટ રાઈટ એકટ એમ બન્ને પ્રોજેકટોને સાથે જોડીને જમીનો ખેડી આપવામાં આવે છે. આદિમ જુથના લોકોને વિજળી, પાણી જેવી અનેક સુવિધાઓ પુરી પાડીને જંગલમાં વસનારાઓને સુવિધાઓ પુરી પાડવા માટે અનેક પ્રોજેકટ દ્વારા સહાય પુરી પાડવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
