For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે રાજ્યભરમાં કોરોના વેક્સીન આપવાનો પ્લાન તૈયાર કરી લીધોઃ વિજય રૂપાણી

સરકારે રાજ્યભરમાં કોરોના વેક્સીન આપવાનો પ્લાન તૈયાર કરી લીધોઃ વિજય રૂપાણી

|
Google Oneindia Gujarati News

આખા દેશમાં વેક્સીન આપવી શરૂ કરવાની ઘોષણા કર્યા બાદ શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, "રાજ્યભરમાં વેક્સીન આપવા માટે સરકારે બધી જ તૈયારીઓ કરી લીધી છે, 16 જાન્યુઆરીથી ડૉક્ટર્સ, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સીન આપવામાં આવશે."

vijay rupani

રસીના લોજિસ્ટિક્સની સમીક્ષા માટે કોર-કમિટીની બેઠક બાદ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, ગુજરાત પાસે કોરોના વેક્સીનના 1 કરોડ ડોઝ સ્ટોર કરવાની ક્ષમતા છે. કોવિડ -19 માટે, કુલ 17,128 રસીકરણ કરનારાઓને તાલીમ આપવામાં આવી છે, જેમને રાજ્યના 27934 સ્થળોએ તહેનાત કરવમાં આવશે. રસી સંગ્રહિત કરવા માટે કુલ 2236 કોલ્ડ-ચેઈન પોઈન્ટ્સ ઉપલબ્ધ હશે.

વેક્સીનેશનના પહેલા તબક્કામાં પ્રાઈવેટ અને સરકારે સેક્ટરના હેલ્થકેર વર્કર્સને રસી આપવામાં આવશે, જેમાં 4.33 લાખથી વધુ લાભાર્થીઓને રસીના ડોઝ આપવામાં આવે તેવી અપેક્ષા છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સ જેમ કે પોલીસ અને સંરક્ષણ કર્મચારીઓ, રેવન્યૂ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સહિત કુલ 3.47 લાખ લાભાર્થીઓને રસી આપવામાં આવશે.

મળેલી માહિતી મુજબ ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના કુલ 1.06 કરોડ લોકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવામાં આવશે અને ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેની ઉંમરવાળા પરંતુ ગંભીર બીમારીઓથી પીડિત હોય તેવા નોંધાયેલા 2.71 લાખ લોકોને વેક્સીન આપવામાં આવશે.

ગુજરાતના 931 વેક્સીનેશન સાઈટ પર 248 બ્લોક્સ અને 28 ઝોનમાં કોરોના વેક્સીનનો ડ્રાઈ રન યોજવામાં આવ્યો હતો.

English summary
Gujarat Government all set to vaccination in the State
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X