For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માછીમારો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, સરકારે માછીમારો માટે આર્થિક સહાય જાહેર કરી

વાવાઝોડા સમયે માછીમારીનો વ્યવસાયમાં 17557 નાની બોટ અને 12159 મોટી બોટ રાજ્યમાં છે. માત્ર 4 નાની અને 46 મોટી બોટને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 2.65 કરોડની કિંમતના સાધન સામગ્રીને નુકસાન થયું છે.

|
Google Oneindia Gujarati News

વાવાઝોડા સમયે માછીમારીનો વ્યવસાયમાં 17557 નાની બોટ અને 12159 મોટી બોટ રાજ્યમાં છે. માત્ર 4 નાની અને 46 મોટી બોટને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 2.65 કરોડની કિંમતના સાધન સામગ્રીને નુકસાન થયું છે. જેમાં નાની બોટના નુકસાન પર 35 હજાર સુધી અથવા નુકસાનના ટકામાંથી જે ઓછુ હોય તેની રકમ સહાયરૂપે આપવામાં આવશે.

fishermen

આ સાથે મોટી બોટના નુકસાન પર 5 લાખ સુધીની સહાય આપવામાં આવશે. 1 ડિસેમ્બરના રોજ થયેલા નુકસાન મુદ્દે આ સહાયની જાહેરાત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં આવેલા તૌકતે વાવાઝોડાને કારણે દરિયા કાંઠા વિસ્તારમાં નુકસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ચક્રવાત તૌકતેને કારણે વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ પહેલા મત્સ્ય ઉદ્યોગ માટે રૂપિયા 105 કરોડનું રાહત અને પુનઃનિર્માણ પેકેજ મંજૂર કર્યું હતું. જેમાંથી રૂપિયા 80 કરોડના મોટા ભાગના ભંડોળનો ઉપયોગ જાફરાબાદ, શિયાલબેટ, નવા બંદર, સૈયદ રાજપરા અને સૌરાષ્ટ્રના અન્ય માછીમારી બંદરો પર ખરાબ રીતે નુકસાન પામેલા માળખાના પુનઃનિર્માણ માટે કરવામાં આવ્યો હતો.

આ સાથે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે માછીમારોની બોટ, માછીમારીની જાળ અને અન્ય સાધનોને નુકસાન થયું છે, તેમને 35,000 રૂપિયા અથવા બોટના ખર્ચના 50 ટકામાંથી જે ઓછું હોય તે વળતર મળશે. જે માછીમારોની નાની માછીમારીની બોટ સંપૂર્ણપણે નાશ પામી છે, તેમને બોટની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 75,000, બેમાંથી જે ઓછું હોય તે મળશે.

ટ્રોલર્સને નુકસાન થવાના કિસ્સામાં માછીમારોને 2 લાખ રૂપિયા અથવા બોટના મૂલ્યના 50 ટકા, જે ઓછું હોય તે વળતર મળશે. ચક્રવાતમાં જેમની બોટને નુકસાન થયું છે, તેવા તમામ માછીમારોને રાજ્ય સરકાર 2,000 રૂપિયાની રકમ પણ ચૂકવશે.

ઉલ્લેખનીય છે કે, સંબધિત સમયે તત્કાલિન મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા, વિભાગના સચિવ નલિન ઉપાધ્યાય અને અન્ય અધિકારીઓએ ચક્રવાતને કારણે સેક્ટરને થયેલા નુકસાનનો અંદાજ કાઢવા માટે અસરગ્રસ્ત માછીમારી બંદરોની મુલાકાત લીધી હતી.

English summary
gujarat government announced financial assistance for the fishermen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X