For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ, પકડાયા તો 3 વર્ષ જેલ અને 50 હજાર દંડ

ગુજરાત સરકારે હવે ઈ-સિગારેટ પર કાયદેસરનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે રાજ્યની વિધાનસભામાં વિધેયક પસાર કરી દેવાયું છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારે હવે ઈ-સિગારેટ પર કાયદેસરનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે રાજ્યની વિધાનસભામાં વિધેયક પસાર કરી દેવાયું છે. ગુજરાત સરકારે દારૂબંધી અને હુક્કાબાર બાદ હવે ઈ સિગારેટ જેવા માદક પદાર્થો વિરુદ્ધ કડક નિયમ બનાવવાની પહેલ કરી છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ગુજરાત સરકારે દારૂબંધીના કાયદામાં સંશોધન કર્યું છે, કાયદાને વધુ કડક બનાવીને ત્રણ વખત દારૂ બનાવવા, ખરીદવા અને વેચવા પર હવે 10 વર્ષની કેદ અને 5 લાખનો દંડ થશે.

દારૂ બાદ ઈ સિગારેટ પર આકરા પગલાં

દારૂ બાદ ઈ સિગારેટ પર આકરા પગલાં

આ ઉપરાંત રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરીને હુક્કાબાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. અને 3 વર્ષની જેલ તેમજ 50 હજારના દંડની જોગવાઈ કરી છે. હવે આરોગ્યને લગતી ઈ સિગારેટ ઈલેક્ટ્રોનિક ડિલિવરી સિસ્ટમ (ENDS), જેને સામાન્ય રીતે ઈ-સિગરેટ તરીકે ઓળખવામાં આવે છે, તેવા ઉત્પાદનોની આયાત, જાહેરાત, વેચાણ, વ્યવસાય પર પ્રતિબંધ મૂકી દેવા માટે COTPA સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે.

આ કારણથી ખતરનાક છે ઈ સિગારેટ

આ કારણથી ખતરનાક છે ઈ સિગારેટ

પ્રદીપસિંહ જાડેજાએ COTPA ગુજરાત સંશોધન વિધેયક રજૂ કર્યું જેમાં કહેવાયું છે કે રાજ્યમાં યવાનો ઈ સિગારેટની લતના આદી થઈ રહ્યા છે. ઈ સિગારેટ બેટરીથી ચાલતી ડિવાઈસ છે, જેમાં રહેલું પ્રવાહી એરોસોલમાં બદલાય છે અને ધૂમાડો કાઢે છે. સિગારેટમાં રહેલા પ્રવાહીમાં નિકોટી,ન પ્રોપલીન ગ્લાઈકોલ, ગ્લિસરીન અને અન્ય રસાયણો હોય છે. એરોસોલમાં કેટલાક હાનિકારક પદાર્થો ઉપરાંત તેમાં હાજર ડાયથેસિસ ફેફસા માટે હાનિકારક અને પાચનતંત્રના કેન્સરનું કારક છે.

COTPA-2003 કાયદામાં કરાયું સંશોધન

COTPA-2003 કાયદામાં કરાયું સંશોધન

રાજ્ય સરકારે મૂળ COTPA-2003 કાયદામાં સંશોધન કર્યું છે અને રાજ્યના યુવાનોને આ નવા પ્રકારના ખતરનાક નશાની લતથી બચાવવા માટે ઈ સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત, વેચાણ, ઓનલાઈન વેચાણ, પર પ્રતિબંધ લગાવવા માટે સંશોધન બિલ રજૂ કર્યુ છે.

3 વર્ષની જેલ અને 50 હજારનો દંડ

3 વર્ષની જેલ અને 50 હજારનો દંડ

બિલાં જોગવાઈ મુજબ શરૂઆતમાં આ કાયદાના ઉલ્લંઘન બદલ 3 વર્ષની જેલની સજાની જોગવાઈ અને 50 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સંશોધન બિલ પાસ થવાથી હવે તેને એક જાણી જોઈને કરેલો ગુનો માનવામાં આવશે અને PSI કક્ષાના અધિકારીને આ પ્રકારની સાધનસામગ્રી જપ્ત કરવાનો અધિકાર અપાયો છે.

12 રાજ્યોમાં ઈ સિગારેટ પર છે પ્રતિબંધ

12 રાજ્યોમાં ઈ સિગારેટ પર છે પ્રતિબંધ

ભારતના 12 રાજ્યો અને વિશ્વના 30થી વધુ દેશોમાં ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગુજરાત એક માત્ર રાજ્ય છે જ્યાં કાયદામાં સંશોધન કર્યા બાદ ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

ઓનલાઈન પણ નહીં ખરીદી શકો

ઓનલાઈન પણ નહીં ખરીદી શકો

અત્યાર સુધી રાજ્યમાં ઈ સિગારેટના વેચાણ પર કોઈ પ્રતિબંધ નહોતો, તે ઓનલાઈન સહેલાઈથી ખરીદી શકાતી હતી. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના નિયમ પ્રમાણે 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો ઈ સિગારેટ ખરીદી શકે છે. પરંતુ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ભારતમાં આ સિગારેટ ખરીદી શક્તા હતા કારણ કે ભારતમાં ઓનલાઈન અથવા અન્ય રીતે વેચાણ પર કોઈ કાયદો નથી. જો કે હવે ગુજરાતમાં ઈ સિગારેટ ઓનલાઈન પણ નહીં ખરીદી શકાય.

English summary
Gujarat government banned e cigarattes in state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X