કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ગુજરાત છે નંબર 1, મળ્યો એવોર્ડ

Subscribe to Oneindia News

ગુજરાત સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીની પરિસ્થિતિમાં પ્રથમ સ્થાને રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલ એક સમારોહમાં આ શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના ગૃહ વિભાગના સચિવને રાજ્યની ઉત્તમ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ માટે ટ્રોફી-એવોર્ડ એનાયત કર્યા હતાં. દેશના રાજ્યોમાં કાયદો વ્યવસ્થાના મૂલ્યાંકન માટે અલગ અલગ માપદંડોથી મૂલવીને દરેક બાબતોમાં રાજ્યોને સારી કામગીરી પ્રમાણે ક્રમ અપાય છે. ૨૦૧૬-૧૭ના વર્ષમાં થયેલા આ પ્રકારના મૂલ્યાંકનમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં ગુજરાત તમામ રાજ્યો કરતા શ્રેષ્ઠ નિવડ્યું છે.

gujarat award

નોંદનીય છે કે નામાંકિત એજન્સી નેલ્સન-ઇન્ડિયા ટુડે દ્વારા હાથ ધરાયેલા આ મૂલ્યાંકનમાં રાજયમાં વસ્તીની સામે પોલીસ કર્મચારીઓની સંખ્યા, રાજયમાં પેન્ડિંગ ગુનાઓ, દાખલ થયેલ ફોજદારી ગુનાઓ પૈકી ખુન અને અપહરણના ગુનાઓની ટકાવારી, બળાત્કાર અને છેડતીના બનાવોની ટકાવારી, કોમી હુલ્લડોની ટકાવારી, દર એક લાખની વસ્તી દીઠ દાખલ થતા ફોજદારી ગુનાઓ, સરકાર દ્વારા પોલીસ વિભાગ પાછળ કરવામાં આવતો ખર્ચ વિગેરે જેવા માપ દંડોના આધારે તમામ રાજયોનું આકલન કરવામાં આવ્યું હતું. ગુજરાત આ તમામ પાસાઓમાં દેશના બાકી ૨૧ મોટા રાજયો કરતાં ચઢિયાતું સાબિત થયું છે. રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંઘે આ સિદ્ધિ બદલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. એસ. ડાગુર અને ગૃહ સચિવ શ્રી મનોજ અગ્રવાલને અભિનંદન પાઠવ્યા હતાં.

English summary
Gujarat government got award from center to keep best law and order in the nation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.