દિલ્લી બાદ ગુજરાતે પણ ઘટાડ્યા કોરોનાના RT-PCR ટેસ્ટના ભાવ, જાણો કિંમત

દિલ્લી બાદ હવે ગુજરાતની ભાજપ સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ રેટ ઘટાડ્યા છે.

નવી દિલ્લીઃ દિલ્લી સરકારે સોમવારે કોરોના RT-PCR ટેસ્ટના રેટ 800 નિર્ધારિત કરવાનો નિર્ણય કર્યો હતો. હવે દિલ્લીની કેજરીવાલ સરકાર બાદ ગુજરાતની ભાજપ સરકારે આરટી-પીસીઆર ટેસ્ટ રેટ ઘટાડીને 800 રૂપિયા કરી દીધો છે. મંગળવારે ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે આ માહિતી આપીને જણાવ્યુ કે કોરોના RT-PTR ટેસ્ટની કિંમત ખાનગી પ્રયોગશાળાઓમાં 800 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. વળી, જો તે ઘરે આવીને સેમ્પલ કલેક્ટ કરે તો તેના માટે ટેસ્ટની કિંમત 1100 રૂપિયા રાખવામાં આવી છે. જેનો અમલ આજથી જ થશે.

vaccine

ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે વધુમાં જણાવ્યુ કે 6 દિવસમાં કોરોના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા હોસ્પિટલોમાં કરવામાં આવી છે. અમદાવાદને 400 નવા બેડની સુવિધા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટીલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. વળી, આરોગ્ય વિભાગ દ્વારા પણ અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ જરૂરિયાત પડવા પર 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીસીઆર ટેસ્ટથી જાણવા મળે છે કે દર્દી કે તેના સંપર્કમાં આવેલ લોકો સંક્રમિત છે કે નહિ. તેમને કયા પ્રકારના ક્વૉરંટાઈનમાં રાખવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X