For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતો માટે ખૂશખબર, જમીન રી સર્વે રદ કરી નવેસરથી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ લેવાયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો જમીનના રી સર્વેને રદ કરવાની માંગ કરી રહ્યા હતા. હવે આ મુદ્દે મોડે મોડે સરકાર એક્શનમાં આવી છે. હવે રાજ્ય સરકારે રી સર્વે રદ કરીને નવેસરથી સર્વેની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ માટે રાજ્ય સરકારે જામનગર અને દેવભૂમી દ્રારકા જિલ્લામાં પાટલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

agriculture

રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ લેવાયો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી. આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યુ કે, આગામી સમયમાંમ તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે.

English summary
Gujarat government's decision to cancel the land survey and re-do it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X