For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ખૂણે-ખૂણે હશે ‘એક સચિન’, સ્પોર્ટ્સ શાળા બનશે રાજ્યભરમાં

|
Google Oneindia Gujarati News

ભાવનગર, 5 ઓક્ટોબરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના પ્રતિભાવંત ખેલાડીઓ ખેલકૂદ ક્ષેત્રે વધુ કૌવત દર્શાવી શકે તેવા ઉચ્ચંતમ પ્રશિક્ષણ માટે પ્રત્યેતક જિલ્લાઓમાં સ્પોર્ટ્સ શાળા સ્થાપવાની નેમ વ્યક્ત કરી છે. આ હેતુસર રમત-ગમત ક્ષેત્રના બજેટમાં રૂ.33 કરોડથી અધિક રકમની જોગવાઇ પણ આ વર્ષે સુનિશ્ચિત કરવામાં આવી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. આનંદીબેન પટેલે રાજ્યવ્યાપી ખેલ મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો આજે સૌરાષ્ટ્રના સાંસ્કૃંતિકનગર ભાવનગરથી રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો.

ખેલકૂદના તરવરાટથી થનગનતા યુવા ખેલાડી ભાઇ-બેનોના ઉત્સાહ-ઉમંગને બિરદાવતાં મુખ્યમંત્રીએ ભાવનગરમાં રાજ્યોકક્ષાની ટેબલટેનિસ અને બાસ્કેટ બોલ એકેડેમી શરૂ કરવાની તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પષર્ધાઓના આયોજન માટે રૂ.15 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ હોલ અને રમતવીરોની સઘન તાલીમ આપૂર્તિ માટે રૂ.6 કરોડનો સિન્થેટિક એથ્લે ટિક ટ્રેક ઉભો કરવાની જાહેરાતો પણ કરી હતી. આનંદીબેન પટેલે તત્કાલલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ 2010થી શરૂ કરેલી ખેલ મહાકુંભની શ્રૃંખલા ઉત્તરોત્તર સફળતાને વરી છે તેનો હર્ષ પણ વ્યક્ત કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતના ખેલાડીઓને પોતાની પ્રતિભા-કૌશલ્ય દર્શાવવાનો મોકો વરસો સુધી મળ્યો ન હતો તેવી ખેલકૂદ ક્ષેત્રની ઉપેક્ષિત સ્થિતિ અને મેદાની રમતો પ્રત્યેની ઉદાસીનતાનું નિવારણ કરી નરેન્દ્ર મોદીએ વિશ્વને શ્રેષ્ઠ ગુજરાતી ખેલૈયાઓ આપવા શરૂ કરેલી ખેલમહાકૂંભની આ પરિપાટીએ અનેક આંતરરાષ્ટ્રિય રમતોમાં ગુજરાતનું ખેલકૂદ કૌશલ્ય ઝળકી ઉઠ્યું છે.

મુખ્યામંત્રીએ શાળાઓના મેદાનોમાં શાળાકીય જીવન દરમિયાન રમતગમત એ જીવનનો હિસ્સો બને અને પ્રત્યેક બાળક મેદાનમાં પરસેવે તરબતર થઇ રમત-ગમતની અસલીયત આત્મસસાત કરે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવું વાતાવરણ ઉભું કરવાની પણ હિમાયત કરી હતી. આનંદીબેને રાજ્યની ખેલ પ્રતિભાઓને આંતરરાષ્ટ્રિય અને રાષ્ટ્રિાય રમતોમાં મેડલ્સીની સિધ્ધિ માટે રૂ.5 કરોડથી રૂ.25 લાખના ઇનામો આપવાની રાજ્ય સરકારની યોજનાની વિગતો પણ વિસ્તૃત રીતે સમજાવી હતી.

મુખ્યનમંત્રીએ પ્રવર્તમાન યુગમાં શારિરીક ચુસ્તી-સ્ફૂર્તિ માટે યુવાધન જાગૃત બન્યુગ છે ત્યાયરે તેના શરીર શૌષ્ઠવને ઓર નિખાર આપવા તાલુકાકક્ષાએ સ્વામી વિવેકાનંદ તાલુકા જિમ અને ફિટનેસ સેન્ટર રાજ્ય સરકાર ઉભા કરશે તેમ પણ ખેલાડીઓના હર્ષોલ્લામસ વચ્ચે જાહેર કર્યું હતું. તેમણે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારના હોનહાર ખેલાડી બાળકોને યોગ્ય પ્રશિક્ષણ અને શ્રેષ્ઠતમ સુવિધા મળે તે માટે રાજ્‍ય સરકારની શક્તિદૂત યોજના સહિતની રમતગમત પ્રોત્સાફહક યોજનાની પણ વિગતો સમજાવી હતી.

આ પણ વાંચીઃ ગુજરાતને સ્વચ્છ રાખવા જીએનએફસીનું 10.57 કરોડનું દાન

મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો પ્રારંભ

મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો પ્રારંભ

મુખ્યતમંત્રીએ ખેલકૂદ દ્વારા સ્વસ્થ‍તા અપનાવવા પ્રતિબધ્ધ યુવા ખેલાડીઓને સ્વ્ચ્છ્તા પ્રત્યે પણ જાગૃતિ કેળવી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની પ્રેરક હાકલ કરી હતી.

મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો પ્રારંભ

મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો પ્રારંભ

ખેલમહાકૂંભના ઉદ્‌ઘાટન પ્રસંગે યુવક સેવા, રમતગમત રાજ્યમંત્રી નાનુ વાનાણીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યતમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ખેલ મહાકૂંભ જેવી અદ્વિતીય રમતગમતલક્ષી પ્રવૃત્તિની શરૂઆત કરી અને તેના ફળસ્વરૂપે આપણા ગુજરાતમાંથી 5 ખેલાડીઓએ સાઉથ કોરિયામાં રમાઇ રહેલ આંતરરાષ્ટ્રિંય કક્ષાની રમતમાં ભાગ લઇ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો પ્રારંભ

મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો પ્રારંભ

આ પ્રસંગે બેડમિંટન ખેલાડી ગોપીચંદ રાયફલ શુટિંગ, મહિલા ખેલાડી લજ્જા ગૌસ્વામી અને માના પટેલ સહિતના રમતવીરોએ ખેલ મહાકૂંભના માધ્યમથી પોતે મેળવેલ ઉજ્જવળ કારકિર્દીની સિધ્ધઓ વર્ણવી હતી. મુખ્ય્મંત્રી આનંદીબેન પટેલે લજ્જા ગૌસ્વામીને રૂ.20 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો પ્રારંભ

મહાકૂંભની પાંચમી શ્રૃંખલાનો પ્રારંભ

આ પ્રસંગે રાજ્યાસભાના દંડક મનસુખ માંડવિયા, વિધાનસભાના નાયબ મુખ્યન દંડક આત્મારામ પરમાર બાડાના ચેરમેન અમોહ શાહ, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય જીતુ વાઘાણી, વિભાવરીબેન દવે, રમતગમત અને યુવક સેવા સાંસ્કૃ્તિક પ્રવૃત્તિ સચિવ ભાગ્યેશ જ્હા, ઉચ્ચમ અધિકારીઓ અને રમતપ્રેમીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Gujarat Chief Minister Anandiben Patel on Saturday announced the setting up of dedicated schools for sports in all districts of the state in a view to groom budding talent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X