સલામત ચૂંટણી માટે ગુજરાત સરકાર 44 કરોડ ખર્ચશે

gujarat-map
અમદાવાદ, 6 નવેમ્બર : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ સલામત રીતે પાર પડે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાવવાનું આયોજન થઇ ચૂક્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની સલામતી વ્યવસ્થા ગુજરાત સરકારને રૂપિયા 44 કરોડમાં પડશે.

આ મુદ્દે માહિતી આપતા આઇપીએસના સૂત્રો અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી હેમખેમ રીતે પાર પાડવાનો સુરક્ષા ખર્ચ રૂ. 44 કરોડ થશે. આ ખર્ચ પેટે ગુજરાત સરકારે રૂ. 42 કરોડ રૂપિયા કાયદો અને વ્યવસ્થા સંભાળી રહેલા પોલીસ વિભાગને ફાળવી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણીની સુરક્ષા વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત બહારથી ફાળવવામાં આવેલા 64,000 પેરામિલીટરી ફોર્સ માટે રહેવા-જમવાની તમામ વ્યવસ્થા સહિતનો ખર્ચ 44 કરોડમાં આવરી લેવામાં આવશે.

ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે અંદાજે સવા લાખ પોલીસ કર્મચારીઓનું સજજડ સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે. આ ઉપરાંત બહારથી આવતા પેરામિલીટરીની 640 કંપનીના 64,000 જવાનો અને સ્થાનિક 70 હજાર જેટલા અધિકારી-કર્મચારીઓનો ચૂંટણી સુધીનો સંપૂર્ણ ખર્ચ રૂ. 44 કરોડ થશે.

જેમાં પ્રત્યેક વિધાનસભા બેઠક દીઠ મતદાન બુથો પર તૈનાત થતા પોલીસ કર્મચારીઓને ગોઠવવા, તેમના ટી.એ.ડી.એ, લાવવા-લઈ જવા માટેના વ્હીકલો ભાડે રાખવા, સ્થાનિક અને ભાડે રાખેલા વ્હીકલોના પેટ્રોલ બિલ, પોલીસ કર્મચારીઓની રહેવા અને જમવાનો ખર્ચ, બહારથી આવતી પોલીસ ફોર્સનું મહેનતાણું, હોમગાર્ડના જવાનોને નિયુક્ત કરવા માટે ભાડે રાખવામાં આવતી એસટી બસોને ચૂકવવાનું થતું ભાડું, પ્રિન્ટીંગ, સ્ટેશનરી સહિતના તમામ ખર્ચાઓનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોને પોલીસે આઈડેન્ટીફાય કર્યા છે. જેના આધારે કઈ બેઠક પર બંદોબસ્ત કેવી રીતે ગોઠવવો તે અંગે પોલીસ ભવનમાં યોજાયેલી ઉચ્ચ અધિકારીઓની મિટીંગમાં ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન પેરામિલેટ્રી ફોર્સની જરૂરિયાત અંગે પણ જરૂરી પરામર્શ થઈ હતી. જેના આધારે રાજયના પોલીસવડા ચિત્તરંજનસિંઘે ચૂંટણીટાંણે પેરામિલેટ્રી ફોર્સની 640 કંપનીની આવશ્યકતા ઈલેકશન કમિશન સમક્ષ દર્શાવાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X